Delhi

વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ્સ સામે ૧૦મી ઓવરના ચોથા બોલમાં અડધી સદીની ઊજવણી કરી

નવીદિલ્હી
બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ૧૫ એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સ સામે ૬ વિકેટ ગુમાવીને ૧૭૪ રન કર્યા છે. દિલ્હી કેપિટલ્સને ૧૭૫ રનનો ટાર્ગેટ મળ્યો છે. વિરાટ કોહલી (ફૈટ્ઠિં ર્દ્ભરઙ્મૈ) અને ફાફ ડુપ્લેસિસે મજબૂત ભાગીદારી સાથે શાનદાર બેટીંગ કરી હતી. મિચેલ માર્શે પાંચમી ઓવરમાં ઇઝ્રમ્ના કેપ્ટનને આઉટ કરી દીધો હતો. વિરાટ કોહલીએ આ મેચ સાચવી લીધી હતી. વિરાટ કોહલીએ મુસ્તફિજુર રહેમાનની ૧૦મી ઓવરના ચોથા બોલમાં અડધી સદી પૂરી કરી હતી. વિરાટ કોહલીએ શાનદાર રીતે અડધી સદી ની ઊજવણી કરી હતી અને આ ઉપલબ્ધિ મેળવ્યા તેઓ ખૂબ જ ખુશ જાેવા મળી રહ્યા હતા. પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી પોતાના અગ્રેશન માટે જાણીતો છે. આ મેચમાં પણ તે પોતાની ફિફ્ટી બાદ જાેર જાેરથી બોલતા અને છાતી પછાડતા જાેઈ શકાય છે. આ સિઝનમાં કોહલીની ત્રીજી સદી છે. આ સાથે તે ખરાબ પર્ફોર્મન્સના કારણે ટીકાકારોની ટીકા બાદ શાનદાર પરફોર્મ કરી રહ્યો છે. અને એટ્‌લે જ આ ફિફ્ટીથી તેણે ફરી એક વખત ઝડબાતોડ જવાબ આપ્યો છે.

Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *