Delhi

શર્લીન ચોપડાએ કર્યો મોટો ખુલાસો, એક બિઝનેસમેનની સામે છેડતીની ફરિયાદ કરી

નવીદિલ્હી
શર્લિન ચોપડાએ તેના બેબાક અંદાજના કારણે જાણીતી છે. એક્ટ્રેસ હંમેશા પોતાના વિવાદિત નિવેદનોથી ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા ફિલ્મ મેકર સાજીદ ખાન પર ગંભીર આરોપ લગાવી, તેની સામે મોર્ચો ખોલનારી એક્ટ્રેસે એકવાર ફરી જાેરદાર ચર્ચામાં આવી છે. કોન્ટ્રોવર્શિયલ એક્ટ્રેસે હાલમાં જ મુંબઈમાં એક બિઝનેસમેનની સામે છેડતીની ફરિયાદ કરી છે. તેની સાથે શર્લિને એક પ્રેસ કોન્ફેરેન્સ કરી પોતાની સાથે બનેલી ભયાનક ઘટનાની સંપૂર્ણ વાત કરી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં શર્લિન ચોપડાએ દાવો કર્યો હતો કે, આરોપીએ એક વીડિયો રેકોર્ડિંગના પૈસા આપવાના બહાને તેની સાથે છેડતી કરી છે. આ સાથે એક્ટ્રેસ પ્રેસ કોન્ફરેન્સ કરીને જણાવ્યુ, ‘હું ૧૨ એપ્રિલે દુબઈથી મુંબઈમાં આવી હતી. અહીં પહોંચીને મારા મેનેજરે ફોન કરીને જણાવ્યું કે, એક ઈન્વેસ્ટર મળવાની વાત પર તે મારી આતુરતાથી રાહ જાેઈ રહ્યો છે, તે મારા પ્રોજેક્ટમાં રોકાણ કરવા માંગે છે. સાંજે મને મુંબઈના એક સ્ટુડિયોમાં એક હિપ હૉપ ગીત રેકોર્ડ કર્યુ અને ઘરે પરત આવી. અહીંથી થોડીવાર બાદ જ મને મેનેજરે મુંબઈની એક હોટેલમાં લઈ જવામાં આવી જ્યાં રોકાણકાર પહેલાથી જ હાજર હતો. તે મારી રાહ જાેઈ રહ્યો હતો. બિઝનેસમેનનું નામ સુનીલ પારસમણિ લોઢા હતું.શર્લિન ચોપડા અનુસાર, ‘જેવું ઈન્વેસ્ટરે મને જાેઈ, તે મારા વખાણ કરવા લાગ્યો. તે પોતાને મારો ખૂબ જ મોટો ફેન જણાવવા લાગ્યો. કહેવા લાગ્યો કે તેને મારા પ્રોજેક્ટમાં રોકાણ કરવું છે. જેના માટે દતેણે તે જ સમયે તરત મારા મેનેજરને અમુક રકમ પણ આપી. જેના પર મેં કહ્યુ કે, આટલાં પૈસાનો મ્યુઝિક વીડિયો નહીં બની શકે. તેના માટે ઓછામાં ઓછા ૧૫થી ૨૦ લાખ રુપિયા જાેઈએ, જેથી એક ઠીક-ઠાક મ્યુઝિક વીડિયો બની શકે. ત્યારે તેણે મને તે ટોકન મની રાખવા માટે કહ્યુ અને બાકીની રકમ એકાઉન્ટમાં નાખવાની વાત કરી. એક્ટ્રેસે પોતાની વાત મુકતા કહ્યુ, ‘તે બપોરે ૧૨ઃ૩૦નો સમય હતો. અમે વાત કરી રહ્યા હતાં ત્યારે તે કહેવા લાગ્યો કે તેની પાસે ઘરે જવાનું સાધન નથી. જેના પર મેં ડ્રાઈવહરને કહ્યુ, પહેલા મને ઘરે મુકી આવે અને અને બાદમાં મારી કારમાંથી લોઢાને તેના ઘરે ડ્રોપ કરી દે. તેણે પણ આ વાતે હામી ભરી હતી. અમે ઘરે પહોંચ્યા તો તેણે કહ્યુ કે, તે તેને અંદરથી જાેવા માંગે છે. મને લાગ્યું કે ચાલો, ઠીક છે કોઈ વાંધો નહીં. મેં તેને અંદર બોલાવ્યો અને ખાવા-પીવાનું ઓફર કર્યુ. તે શાકાહારી છે તો તે હિસાબે જ મેં ખાવાનું મંગાવ્યું. જાેકે, ખાવાનું ખાધા બાદ તે કાઉચ પર બેસી ગયો અને મારી છાતીને અડવા લાગ્યો. હું તરત પાછળ હટી ગઈ. મેં તેને કહ્યુ કે, મને આ બધું નથી પસંદ. તેના પર તેણે માફી માંગી અને કહ્યુ કે, હું ખૂબ જ હૉટ છું તેથી તે પોતાને રોકી નથી શકતો. મારો ગુસ્સો ફાટ્યો. મેં તેને ત્યારે જ બુમો પાડતાં કહ્યુ કે, હું હૉટ છું પરંતુ પબ્લિક પ્રોપર્ટી નથી. શર્લિન ચોપડા અનુસાર, ‘આ તમામ ઘટના બાદ મેં તરત જ તેને નીકળી જવા માટે કહ્યુ. તેના પર તે કહેવા લાગ્યો કે તે પોતાની માટે કૅબ બોલાવી લેશે. પછી હું તેને ત્યાં જ મુકીને બેડરુમમાં જતી રહી. મને લાગ્યું કે તે થોડીવારમાં ત્યાંથી જતો રહેશે પરંતુ, તેણે ચાર્જર માંગવાના બહાને બેડરુમમાં મારો પીછો કર્યો અને એકવાર ફરી મારી સાથે ખરાબ વર્તન કરવાનું શરુ કર્યુ. મારો ગુસ્સો સાતમાં આકાશે હતો. મેં સીધું પુછી લીધું કે શું મારા વિશે તને કોઈએ કંઈક ખોટું જણાવ્યું છે? તેણે મને ના પાડી તો મેં મારા મેનેજરને અઢી વાગ્યે કૉલ કરીને બધું સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. તે પણ ફોન નહતો ઉપાડી રહ્યો. ત્યારે મેં લોઢાને કહ્યુ કે, હું વસ્તુ ઠીક કરવા સવારે એક ગ્રુપ મિટીંગ કરીશ, તેના પર તે ભડકી ગયો. તેણે કહ્યુ કે મે મેનેજરને તારી સાથે સમય પસાર કરવાના પૈસા આપ્યા છે. મેં તેનો વિરોધ કર્યો તો સુનીલે મને ગાળો ભાંડવાનું શરુ કર્યુ અને જીવથી મારી નાંખવાની ધમકી આપી દીધી. જણાવી દઈએ કે, શર્લિન ચોપડાની આ ફરિયાદ બાદ સુનીલ પારસમણિ લોઢા સામે ૈંઁઝ્ર ધારા ૩૫૪, ૫૦૬, ૫૦૯ હેઠળે કેસ નોંધાવ્યો છે.

Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *