ગાંધીનગર
ગુજરાતના રાજકારણમાં નવાજુનીના એંધાણ થવાની સંભાવના છે. કોંગ્રેસના સ્વર્ગીય નેતા અહેમદ પટેલના પુત્ર સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની મુલાકાતને લઇને અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. ફૈઝલ પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર આ ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે. ગત સપ્તાહમાં સી. આર. પાટીલ સાથે મુલાકાત કરી હોવાનો તેમાં ઉલ્લેખ કર્યો છે. આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી બાદ ભરૂચની આસપાસના રાજકીય સમીકરણમાં ફેરફાર થયેલો જાેવા મળી રહ્યો છે. મુસ્લિમ વોટર્સ કોંગ્રેસ તરફ મળતા જાેવા મળી રહ્યા છે. જાે કે આદિવાસી બેલ્ટના આદિવાસી વોટનું ધ્રુવીકરણ થયુ છે. સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી પણ અનેક વાર ભાજપના અંદરખાને નારાજગી છે. ૨૦૨૪ પહેલા દક્ષિણ ગુજરાતને લઈ નવા જૂનીના સંકેત જાેવા મળી રહ્યા છે.વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ મોટા પાયે ફેરફાર થવાના સંકેત આપવામાં આવેલા છે. ત્યારે આ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રહી ચુકેલા સ્વર્ગસ્ત અહેમદ પટેલના પુત્રએ તેમના ટ્વીટર અકાઉન્ટ પર પોસ્ટ કરેલા એક ફોટોથી અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. સ્વર્ગસ્ત અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથેનો ફોટો ટ્વીટર અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સી આર પાટીલ સાથે થયેલી મુલાકાત એવુ કેપ્શન આપવામાં આવ્યુ છે.મળતી માહિતી મુજબ ફૈઝલ પટેલ કોંગ્રેસથી ઘણા સમયથી નારાજ ચાલી રહ્યા છે. કોંગ્રેસમાં ફૈઝલ પટેલને મહત્વ આપવામાં આવી રહ્યું નથી. ત્યારે કઇ નવાજુની થવાના સંકેતો જાેવા મળી રહ્યા છે. મહત્વનું છે કે આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ફૈસલ પટેલના પિતા અહેમદ પટેલ(છરદ્બીઙ્ઘ ઁટ્ઠંીઙ્મ)નું નવેમ્બર ૨૦૨૦માં લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. જે પછી અહેમદ પટેલ કોંગ્રેસમાં જાેડાયા હતા. જાે કે થોડા સમય બાદથી જ તેઓ કોંગ્રેસથી નારાજ જાેવા મળ્યા હતા.ગુજરાત વિધાનસભાની વર્ષ ૨૦૨૨ની ચૂંટણી પહેલા પણ ફૈઝલ પટેલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા. ત્યારબાદ ફૈઝલ પટેલ આમ આદમી પાર્ટીમાં જાેડાવાની અટકળો ચાલી રહી હતી. હવે ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં શું પરિવર્તન આવે છે તે જાેવુ રહ્યુ.


