સુરત
સુરતમાં વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે. તેમજ દરિયા કાંઠાના આસપાસના ૪૨ ગામો એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમજ સાવચેતીના ભાગરૂપે ડુમસ અને સુવાલી બીચ બંધ રાખવામાં આવશે.અરબી સમુદ્રમાં સર્જાયેલા લો- ડ્રીપ્રેશનના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે. સૌરાષ્ટ્રના તમામ બંદરો પર ૨ નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે વધુ એક વાવાઝોડુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ટકરાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. તોકતે બાદ આ વખતે સર્જાયેલ વાવાઝોડાને બિપરજાેય નામ આપ્યું છે.બિપરજાેય વાવાઝોડાને લઈ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતનું તંત્ર એલર્ટ મોડ પર જાેવા મળ્યું છે. સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર આગમચેતી તૈયારીઓમાં લાગી ચૂક્યું છે. આવનાર નવ અને ૧૦ તારીખે દક્ષિણ ગુજરાતને વાવાઝોડાની અસર વર્તાશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. જેને લઇ દરિયાઈ વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવાયા છે.વાવાઝોડાની શક્યતા ને લઇ ઇન્ચાર્જ કલેક્ટર બીકે વસાવા એ જણાવ્યું હતું કે વાવાઝોડાની શક્યતા ને લઇ મેનેજમેન્ટ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવાય છે. તંત્ર દ્વારા વિશેષ ૨૪ કલાક કાર્યરત કંટ્રોલરૂમ તૈયાર કરાયો છે. તેના માધ્યમથી વાવાઝોડાની તમામ અપડેટ માહિતી મેળવવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ત્રણ તાલુકાના વાવાઝોડાની અસર વર્તાવાની શક્યતા છે. દરિયાઈ કાંઠા વિસ્તારમાં આવેલા ચોર્યાસી, મજુરા અને ઓલપાડ તાલુકાના ૪૨ ગામોને અસર થવાની શક્યતા છે જેને લઇ આ તમામ ગામો ને એલર્ટ કરી દેવાયા છે. અને જરૂરી સૂચનો અને માહિતી આપવામાં આવી છે.દરિયાઈ વિસ્તારની નજીક આવેલા અસરગ્રસ્ત થઈ શકે તેવા ૪૨ ગામો પર તંત્રની ખાસ નજર રાખવામાં આવી છે. અલાઇદા વ્યવસ્થાના ભાગરૂપે તંત્ર દ્વારા જાે આ ગામોમાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે તો તે માટે પણ જુદા જુદા સેન્ટર હોમ નિર્માણ કરવાની તૈયારી કરી દીધી છે. તે ઉપરાંત કામરેજ ખાતે એક જઙ્ઘકિ ની ટીમ સ્ટેન્ડ બાય છે. તેમ છતાં વધુ તેમની જરૂર પડશે તો એનડીઆરએફની ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવશે.ઇન્ચાર્જ કલેક્ટર બીકે વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડાની શક્યતા ને લઇ માછીમારોને દરિયો ખેડવા ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત જે માછીમારો દરિયો ખેડવા ગયા છે તેમને ઝડપથી પરત બોલાવી લેવામાં આવે તે પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે ૯ અને ૧૦ તારીખે સુરત દક્ષિણ ગુજરાતમાં ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હાલ જાેવા મળી રહી છે. ઇન્ચાર્જ કલેક્ટર એ વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડાને લઇ તંત્ર તમામ રીતે એલર્ટ પર છે. ત્યારે લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓમાં ગેરમાર્ગે દોરવાની જરૂર નથી. સમય અંતરે સમાચાર માધ્યમો અને સરકારની સૂચનાઓ પર ધ્યાન આપવામા આવે. અને સોશિયલ મીડિયામાં ખોટી માહિતી અને અફવાઓથી સચિત રહેવા લોકોને અપીલ કરી છે.
