Gujarat

ઊનાના એમદપુર માંડવી પાસે કોમ્પલેક્ષમાં દુકાનનું કામ બંધ કરવા તેમજ પ્લોટના દસ્તાવેજ ખોટા હોવા બાબતે સામ સામી મારામારી બે શખ્સો સામે ગુન્હો નોધાયો..

ઊના એમદપુર માંડવી પાસે કોમ્પલેક્ષમાં દુકાનનું કામ બંધ કરવા બાબતે તેમજ પ્લોટના દસ્તાવેજ ખોટા હોવાનું જણાવવા બાબતે બન્ને શખ્સો સામ સામે મારામારીમાં એકને પીઠના ભાગે પથ્થર લાગતા ઇજા તો બીજાને લાકડાના ધોકા વડે હુમલાની કોષિક કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતે બન્ને શખ્સોએ સામે પોલીસ ફરીયાદ નોધાવેલ છે.

આ અંગેની પોલીસ ફરીયાદ મુજબ નલીયા માંડવી ગામે રહેતા રફીક ઇસ્માઇલ સુમરાના કહેવાથી શામજીભાઈ પ્રેમભાઈએ આસુતોષ એવન્યુ કોમ્પલેક્ષમાં દુકાનનું કામકાજ થતુ હોય ત્યા પહોચી કામ બંધ કરવાનું ભવ્યેશ સાકર બારૈયાને કહેતા તેવો રાડોપાડવા લાગેલ ત્યારે રફીક સુમરા ગયેલ ત્યારે ભવ્યેશ કહેલ કે તુ વચ્ચે પડતો નહીં તેમ કહી જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી પીઠના પાછળના ભાગે પથ્થરથી છુટો ઘા મારી દેતા મુંઢ ઇજા પહોચી હતી. આ બાબતે રફીક ઇસ્માઇલ સુમરાએ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.

સામે પક્ષના ઉના રહેતા અને ધોધલા, દિવમાં કન્ટ્રક્શનનું કામ કરતા ભવ્યેશ સાકર બારૈયા એહમદપુર માંડવી ખાતે આવેલ આસુતોષ એવન્યુ કોમ્પ્લેક્ષમાં રહેણાંક ફલેટનું કામ ચાલે હતું. ત્યાં રફીક સુમરા પોતાની કાર લઇ આવી અને જાહેરમાં ભવ્યેશ બારૈયાને કહેલ કે મનીષ કાનજી કામલીયા પાસે રહેલ એહમદપુર માંડવી ખાતે આવેલ પ્લોટ નં. ૬૧ ના દસ્તાવેજ ખોટા છે તેવુ તારે આ મનીષને વાત કરવાની છે. જેથી ભવ્યેશએ તે મારા કુટુંબીક થાય છે અને મનિષભાઇ અને તેમના ભાઇના નામે તેમની પાસે દસ્તાવેજ પણ છે હુ તેને ખોટી રીતે વર્ણવી શકું નહી તેમ કહેતા ઉશ્કેરાઇ ગયેલ રફીકએ ભુંડી ગાળો બોલી પોતાની કાર માંથી લાકડાનો ધોકો કાઢીને મારવા પ્રયાસ કરેલ અને તેને કહેજે કબ્જો ખાલી કરી દઇ આમ નહી કહીશ તો તને જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયેલ હોય આ બાબતે ભવ્યેશ સાકર બારૈયાએ પોલીસમાં ફરીયાદ નોધાવી હતી.

આમ બન્ને પક્ષે સામસામી ફરીયાદ નોધાવતા ઉના પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *