ગીરના વન્ય પ્રાણીઓ અવાર નવાર શિકારની શોધમા આવતા હોય ત્યારે ગત રાત્રીના સમયે ઉનાના કાણકબરડા ગામે વાછરડાનું મારણ કરી મિજબાની માણી હતી. કાણકબરડા ગામની સીમ વિસ્તારમાં ગત રાત્રીના સમયે શિકારની શોધમાં આવેલ દીપડાએ વાછરડાને નિશાન બનાવી હુમલો કરી દીધેલ હતો. અને વાછરડા પર હુમલા બાદ મારણની મિજબાની માણી હતી. આ સમગ્ર ઘટના વહેલી સવારે લોકોને જાણ થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઇ ગયેલ હતો. અગાઉ પણ દીપડો ગામમાં આવી ગાયનું મારણ કરી મિજબાની માણી નાશી છુટ્યો હોય આમ અવાર નવાર ગામમાં દીપડા આવી ચઢતા લોકોમાં ફફડાચ મચી ગયેલ અને વનવિભાગ દ્રારા તાત્કાલીક દીપડાને પાંજરે પુરવા માંગ કરેલ..


