કઠલાલ પોસ્ટ ઓફિસ નું કાર્ય ગોકળગાયની ગતિએ.
———————————–
મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
૨૫,૦૦૦થી વધુ વસ્તી ધરાવનાર કઠલાલ ગામમાં આવેલ પોસ્ટ ઓફિસમાં માત્ર એક જ કર્મચારી હોવાથી પોસ્ટ ઓફિસના કામ માં ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે આ પોસ્ટ ઓફિસમાં ૪૦,૦૦૦ થી વધારે ખાતા ધારકો છે આ પોસ્ટ ઓફિસમાં સિનિયર સિટીજન થી લઇ દરેક વ્યક્તિઓ પોતાના કામ માટે આવે છે પરંતુ કર્મચારીઓના અભાવે આ લોકોને ધરમ ધક્કા ખાવા પડે છે વિધવા પેન્શન માટે આવેલ બહેનોને સર્વર યોગ્ય રીતે ચાલતું નથી તેથી પાછા જવું પડે છે અને સમય પહેલા વિધવા પેન્શન ના પૈસા નહીં ઉપાડવાથી આ પૈસા પરત જતા રહેતા હોય છે આમ જનતાને બેવડી મુશ્કેલી નો સામનો કરવો પડે છે.
આ બાબતે પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર નારણભાઈ બી પારગી ને મળતા જાણવા મળેલ છે કે તેઓએ હેડ ઓફિસમાં રજૂઆત કરેલ છે પરંતુ આજ દિન સુધી કોઈ બીજા કર્મચારીને મૂકવામાં આવેલ નથી ટૂંક સમયમાં બીજા કર્મચારી મુકવામાં આવશે તેવી હૈયાધારણા આપેલ છે તેઓના જણાવ્યા અનુસાર કઠલાલ પોસ્ટ ઓફિસમાં ૧૧ એજન્ટો કાર્યરત છે આમ અનેક મુશ્કેલીઓ વચ્ચે કઠલાલ પોસ્ટ ઓફિસ નું કાર્ય ગોકળગતીએ ચાલી રહેલ છે.
કઠલાલના જાગૃત નાગરિકો દ્વારા પોસ્ટ ઓફિસ દ્વારા પડી રહે મુશ્કેલી માટે અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે તે છતાં આજ દિન સુધી આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી પ્રજાજનોમાં ભારે અસંતોષ વ્યાપેલ છે આમ સત્વરે આ પોસ્ટ ઓફિસમાં યોગ્ય સ્ટાફ મુકાય તેમ જ લોકોના કામ ઝડપી બને તેવી લોકોની લાગણી અને માગણી છે.


