રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે એક નવું સોપાન ઉમેરાયું છે,છોટાઉદેપુર ખાતે રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવા ની સંસ્થા નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લો કોલેજ બનાવવામાં આવી છે જેનું ગોવિંદ ગુરુ યુની ના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ અને રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક ના હસ્તે રીબીન કાપી નારિયેળ વધેરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું,આદિવાસી વિસ્તારમાં સ્થાપિત ગોવિંદ ગુરુ યુનિ સંલગ્ન પ્રથમ લો કોલેજના ઉદ્ઘાટન સમારોહમાં પૂર્વ નેતા વિપક્ષ સુખરામ રાઠવા સહિત ગોવિંદ ગુરુ યુનિ.ના હોદ્દેદારો અને છોટાઉદેપુર જિલ્લાની વિવિધ કોલેજોના આચાર્ય, જિલ્લા અને તાલુકા બાર કાઉન્સિલના હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.આદિવાસી વિસ્તારમાં લો કોલેજ આવવાથી કાયદા શાસ્ત્રમાં રુચિ ધરાવતા અને કેરિયર બનાવવા માંગતા આ વિસ્તારના યુવાઓને લાભ થશે.લો કોલેજની સાથે નારાયણ ઈંગ્લીશ મીડીયમ ઉચ્ચ અને માધ્યમિક સ્કૂલમાં સાંસદ અમીબેન યાજ્ઞિકની ગ્રાન્ટ માંથી નિર્મિત કલાસ,લેબ,વર્ગખંડ અને જીમનેશિયમ નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


