તસ્વીર: રેહાન પટેલ છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના લઢોદ દુધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ તેમજ તેમની કમીટી ભ્રષ્ટાચાર આચરતા જોવા મળે છે. પશુપાલકોએ વારંવાર રજુઆતો કરવા છતાં કોઈ પણ જાતનાં પગલા લેવામાં આવ્યા નથી સાથે ૨૫ વર્ષથી કોઈપણ ચુંટણી થઇ નથી અને વાર્ષિક સાધારણ સભા પણ ટાઇમ પર થતી નથી અને વારંવાર પશુપાલકો રજુઆતો કરે તો સાધારણ સભા થાય તો તે ફકત મૌખિક રીતે થાય છે. વહીવટ કરી વાર્ષિક અહેવાલ (લેખિત) આપ્યા વિના સભા પુર્ણ કરવામાં આવે છે. જેથી પશુપાલકો આ કમીટીથી નારાજ છે તેને લઈને પ્રમુખ સહિત ટોટલ કમિટી બદલવામાં આવે તેવી માંગ સાથે ગામ લોકોએ નિવાસી અધિક કલેકટરને આવેદન આપ્યું હતું .


