જામનગર તા.૨૫ જાન્યુઆરી, આગામી તા.૨૯/૦૧/૨૦૨૩, રવિવારના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક સંવર્ગની લેખિત પરીક્ષાઓ યોજાનાર છે. પરીક્ષા દરમિયાન તેજસ્વી વિધ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે.
પરીક્ષાઓ દરમિયાન પ્રશ્નપત્રો અને તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્સ/કોપીયર મશીન દ્વારા મેળવીને અને પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિધાર્થીઓને અન્યાય થતો અટકાવવા માટે જામનગર જિલ્લાના નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટર વિસ્તારની હદમાં આવેલા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ, અંગત વપરાશકર્તાઓએ તા.29/1/2023ના સવારના 11:00થી બપોરના 12:00કલાક સુધી કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા પર તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી. એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ હુકમનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. હુકમ સરકારી, અર્ધસરકારી અને જાહેર સાહસો સિવાયના કોપીયર મશીન વપરાશકર્તાઓને લાગુ પડશે નહીં.
