Gujarat

જામનગર કલેકટર શ્રી બી. એ. શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

અત્યારે રાજ્યસ્તરે સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા પર ‘સ્વાગત સપ્તાહ’ ની ઉજવણી કરવામાં
આવી રહી છે. જે અન્વયે, જામનગર કલેકટર શ્રી બી. એ. શાહના અધ્યક્ષસ્થાને 'જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ
કાર્યક્રમ' યોજાયો હતો. જેમાં રજૂ થયેલા 11 જેટલા પ્રશ્નોનું ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા ત્વરિતપણે નિરાકરણ લાવવામાં
આવ્યું હતું.
ઉપરોક્ત કાર્યક્રમમાં સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ જાતે જ ઉપસ્થિત રહયા હતા. તેમજ અરજદારોને સ્થળ પર જ તેમના
પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર શ્રી બી. એન. ખેર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, નાયબ મામલતદાર શ્રી
હિતેન રામાવત, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા..

-ફરિયાદ-નિવારણ-કાર્યક્રમ-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *