Gujarat

બીટ પ્લાસ્ટિક પોલ્યુશન થીમ પર પ્લાસ્ટિક પ્રદૂષણના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરાશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશ મકવાણા ની પ્રેરક ઉપસ્થિતિમાં તા. ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી થશે.

 આગામી તા.૫  જૂનના રોજ બીટ પ્લાસ્ટિક પોલ્યુશનની થીમ  સાથે પર્યાવરણ દિનની ઉજવણી થશે. વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે જૂનાગઢ વન વિભાગ દ્વારા કૃષિ યુનિવર્સિટી  ઓડિટોરિયમ ખાતે સવારે ૯-૩૦ કલાકે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ગુજરાત રાજય વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશ મકવાણા, અતિથિ વિશેષ તરીકે તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શાંતાબેન ખટારિયા, જૂનાગઢ ધારાસભ્ય શ્રી સંજયભાઈ  કરોડિયા, જૂનાગઢ મેયર શ્રી ગીતાબેન પરમાર, તથા જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિ ડો.વી.પી.ચોવટિયા રહેશે.

 આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ થી ૫૦  મી   વર્ષગાંઠ છે. જેમાં બીટ પ્લાસ્ટિક પોલ્યુશન હેશટેગ અને સ્લોગન નો ઉપયોગ કરીને પ્લાસ્ટિક પ્રદૂષણ ના ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરવા જનજાગૃતિ લાવવામાં આવશે.

 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મિશન લાઈફ અંતર્ગત તા.૫/૫/૨૦૨૩  થી તા. ૫/૬/૨૦૨૩  સુધી મિશન લાઈફની ઉજવણી કરવામાં આવેલ છે. જેમાં પ્લાસ્ટિક ક્લીનીંગ કેમ્પેઇન, સાયકલ રેલી, અવેરનેસ પ્રોગ્રામ, પ્લાન્ટેશન પ્રોગ્રામ અને એસ.એમ.સી વર્ક સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે.

 વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યુટયુબના  માધ્યમથી સંબોધન કરશે. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત  મહાનુભાવો દ્વારા પ્રતિકાત્મક વૃક્ષારોપણ કરવામાં આવશે. બાદમાં ગિરનાર અભયારણ્ય ની આસપાસના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવા અંગે ઝુંબેશ શરૂ કરીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *