બોડેલીમાં આવેલી સફાયર પબ્લિક સ્કૂલમાં ચોથો એન્યુઅલ કોન્સર્ટ ઉજવવામાં આવ્યો. આ કોન્સર્ટની થીમ SPECTRUM “જિંદગી કે રંગ પરીંદો કે સંગ” પર રાખવામાં આવી હતી. આ ભવ્ય કાર્યક્રમમાં શ્રી ધર્મેન્દ્ર શર્માસર SP છોટાઉદેપુર, ક્રિષ્નાબેન પાચાણી મેડમ DEO, ઇમરાન સોનીસર DPEO, સુનીલ દલવાડી ચેરમેન ,શિલ્પા દલવાડી મેનેજિંગ ડાયરેક્ટર, સંજયભાઈ અગ્રવાલ ટ્રસ્ટી, જીગ્નેશભાઈ અગ્રવાલ ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના કે.જી વિભાગથી લઈ ધોરણ 9 અને 11 સુધીના વિદ્યાર્થીઓએ 23 જેટલા ગીતો પર સુંદર ડાન્સ કર્યો હતો. આ કાર્યક્રમમાં પક્ષીના જન્મથી લઈ તેના મુક્ત વિહાર સુધીની જીવનયાત્રા અભિનય અને ડાન્સ દ્વારા બતાવવામાં આવી હતી. જેમાં સુંદર વેશભૂષા સાથે પક્ષી અને તેના માતા-પિતા સૌનું આકર્ષણ બન્યા હતા. શ્રી ધર્મેન્દ્ર શર્માસર SP એ શાળાની કામગીરીની પ્રશંસા કરી હતી. જ્યારે ક્રિષ્નાબેન પાચાણી અને ઇમરાન સોનીસરે શાળા આવા કાર્યક્રમો તથા ઉચ્ચ શિક્ષણ અભ્યાસ દ્વારા બાળકોનું યોગ્ય ઘડતર કરે તેવા આશિષ આપ્યા હતા. અંગ્રેજી માધ્યમના આચાર્ય દુબી ગુરુએ શાળાનો વાર્ષિક રિપોર્ટ જણાવ્યો હતો તથા ગુજરાતી માધ્યમના આચાર્ય હિતેશ પરમારે આવનાર તમામ મહાનુભાવો તથા વાલીશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના શિક્ષકોના અથાગ પરિશ્રમથી આ ભવ્ય કાર્યક્રમ સફળ બન્યો હતો.
આમ સફાયર પબ્લિક સ્કૂલમાં ચોથો વાર્ષિકોત્સવ મનાવવામાં આવ્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


