માણાવદર તાલુકાના નાકરા ગામમાં રૂ.૩ લાખના ખર્ચે આંતરીક LED સ્ટ્રીટ લાઈટનું કામ કરવામાં આવશે. તાજેતરમાં જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૧૫ ટકા વિવેકાધીન સામાન્ય જોગવાઈના અનુદાન હેઠળ આ કામને સ્થળની સ્પષ્ટતા કરવાની શરતે મંજૂરી આપવામાં આવી છે. આમ, વીજળીકરણના આ કામથી ગ્રામજનોની સુખસુવિધામાં વધારો થશે.
