Gujarat

વડનગરના ઉણાદમાં રોડ પર બાઈક મૂકી, ને ત્યાં તો તસ્કરો પાછળથી બાઇક ઉઠાવી રફૂચક્કર

વડનગર
મહેસાણા જિલ્લામાં આવતા વડનગર તાલુકાના ઉણાદ ગામે ખેડૂત પોતાના ખેતર પાસે બાઈક પાર્ક કરી પાણી વાળવા ગયા.બાદમાં રોડ પર આવી જાેતા બાઈક નજરે ન પડતા તપાસ આદરી મોડે સુધી બાઈક ક્યાંય ન મળતા આખરે વડનગર પોલીસ મથકમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે. વડનગર તાલુકાના ડાબું ગામે રહેતા દિનેશભાઇ ચૌધરી પોતાનું બાઈક ય્ત્ન૦૨મ્હ્લ૨૬૦૭ લઇ ઉણાદ ગામ ની સીમમાં આવેલા રાયડાનું વાવેતર કરેલ હોવાથી પાણી વાળવા આવ્યા.ખેતર પાસે આવેલા રોડ પર બાઈક પાર્ક કરી પાણી વાળવા ગયા ત્યારબાદ પરત આવ્યા ત્યારે બાઈક નજરે પડ્યું નહોતું.આસપાસ શોધખોળ કરતા ક્યાંક બાઈક ન મળતા આખરે વડનગર પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ૧૭,૦૦૦ કિંમતના બાઈક ચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *