Gujarat

વડાલમાં તા.૧૫મી માર્ચે ખસીકરણ તથા પશુનિદાન કેમ્પ યોજાશે

ગ્રામ પંચાયત વડાલ તથા શ્રી કામધેનુ ગૌશાળા દ્વારા તા.૧૫/૦૩/૨૦૨૩ના રોજ ખસીકરણ તથા પશુ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વડાલના ગ્રામજનોના સહકારથી છેલ્લા ૧૦ વર્ષથી શ્રી કામધેનુ ગૌશાળા પશુ નિદાન કેમ્પનું આયોજન કરે છે. જેમાં ગૌશાળાના ગૌવંશની જરૂરિયાત મુજબ સારવાર ઉપરાંત ગામમાં રખડતા બિન માલિકીના ખુંટનું ખસીકરણ કરવામાં આવે છે.

આ વર્ષે ગૌશાળાના સંચાલકોએ રખડતા બિન માલિકીના ખુંટનું ખસીકરણ કરી અને તેને કાયમી ગૌશાળામાં જ આશરો આપી નિભાવવાનું નક્કી કર્યું છે. આ સાથે બળદથી ખેતી કરવા માટે ખેડૂતોને આહવાન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *