Gujarat

છોટાઉદેપુર જિલ્લાની આદિવાસી એકેડેમી તેજગઢ ખાતે વિમુક્ત અને ઘુમતું જન જાતિ મેળા “મે હું” નું આયોજન કરાયું જેમાં ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિચરતી વિમુક્ત જાતિ ના કલાકારોએ ભાગ લીધો.

પોતાના વ્યવસાય માટે તેમજ જીવનનિર્વાહ માટે એક સ્થળેથી બીજે સ્થળે સતત ભ્રમણ કરતી રહેતી જાતિઓ એટલે “વિચરતી અને વિમુક્ત જાતિઓ”. દેશમાં આવી જાતિના લોકોને કલાના માધ્યમથી એક સ્થળે ભેગા કરી તેઓમાં એકતા લાવવાના હેતુથી આજે પોલ હૈમલીન તેમજ ભાષા રિસર્ચ અને પબલિકેશન સેન્ટરના સહયોગથી છોટાઉદેપુરના તેજગઢ ખાતે આદિવાસી એકેડમીમાં વિમુક્ત અને ઘુમંતું મેળા “મે હું” નું આયોજન કરાયું જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મદારી, નટ, મિર, મંગનીયાર , પૌવા, ભોપા વિગેરે વિમુક્ત જાતિના લોકોએ ભાગ લઈ પોતાની કલાનું નિદર્શન કર્યું. ભાષા કેન્દ્ર સાથે દેશની પાંચ જેટલી સંસ્થાઓ દેશમાં વિચરતી વિમુક્ત જાતિ ના લોકોને સામાજીક, શૈક્ષનીક, આર્થિક જેવી મૂળભૂત સુવિધાઓ અંગે પડતી સમસ્યાઓના નિવારણ માટે કામ કરી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230314_172956.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *