જૂનાગઢ વાસ્મો દ્વારા વંથલી તાલુકાના સાંતલપુર ગામ માટેના અંદાજીત રૂપિયા ૭૬.૦૫ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
સાંતલપુર ગામની ૨૨૭૦ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા સાંતલપુર ગામના વિકાસના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૭૬.૦૫ લાખ મંજૂર કરાયા છે. જેમાં આર.સી.સી. ઉંચી ટાંકી, વિતરણ પાઇપલાઇન, સમ્પ, રાઇઝીંગ મેઇન પાઇપલાઇન, ગ્રેવીટીમેઇન પાઇપલાઇન, પમ્પીંગ મશીનરી, હેડ, ટી સિસ્ટમ, પાવર કનેક્શન, ટેન્ડર ચાર્જ સહિતના કામો હાથ ધરવામાં આવશે.
