Gujarat

શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડામાં ઉજવાયો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તા.૨૮ ફેબ્રુઆરીના રોજ સા.કુંડલા તાલુકાની શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત શાળાના વિજ્ઞાન શિક્ષકોમાં શ્રી સંજયભાઈ ચૌહાણ, શ્રી કાપડીયા સાહેબ, શ્રી ઓઝાસાહેબે વિજ્ઞાનના સંદર્ભમાં પ્રવચનો આપી વિદ્યાર્થીઓને માહિતગાર કરતા જણાવ્યું હતું કે વિજ્ઞાનની તમામ શોધના ફાયદા અને ગેરફાયદા બંને થઈ શકે છે પણ તેનો ઉપયોગ વિવેક બુદ્ધિપૂર્વક કેમ કરવો તે અતિ મહત્વનું છે. સાથોસાથ ડો.સી.વી.રામન, ડો.એ.પી.જે.અબ્દુલ કલામ, ચંદ્રશેખર, વિક્રમ સારાભાઈ જેવા મહાન વૈજ્ઞાનિકોના જીવનચરિત્ર વિશે દ્રષ્ટાંત સહિત વકતવ્યો આપ્યા હતા.શાળાના આચાર્યશ્રી સંજયભાઈ ચૌહાણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમીતે સમગ્ર કર્મચારી અને વિદ્યાર્થી ભાઈ બહેનોને શુભેચ્છા પાઠવી હતી.

IMG-20230228-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *