સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ૭૭ ગામોના ગ્રામપંચાયતના ઓપરેટરો ની તાલુકા પંચાયત કચેરી ખાતે તાલીમ યોજાઈ હતી આ તકે ગ્રામજનોને ગ્રામ પંચાયત ખાતે થી તમામ ઓનલાઈન કામગીરી થઈ રહે તે માટે તમામ ઓપરેટરો તાલીમ આપવામાં આવી મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતના વી.સી.ઈ. ઉપસ્થિત રહ્યા હતા આ તકે ડી.વાય.એસ.પી. હરેશ વોરા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી કે.પી.પરમાર સાહેબ એટીડીઓ જીજ્ઞેશભાઈ વાઘાણી, આંકડા અધિકારી દિલીપભાઈ પ્રજાપતિ વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામ પંચાયતના ઓપરેટરો દ્વારા ગામના તમામ લોકોને આધાર કાર્ડ નીકળી જાય, ઈ ગ્રામ પોર્ટલ પરથી વિવિધ દાખલાઓ સહેલાઈથી સ્થળ પર મળી રહે તથા આયુષ્યમાન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, વ્હાલી દીકરી યોજનાનો લાભ મળી રહે તેવા પ્રયત્નો અને તેની તાલીમ અપાઈ હતી મેં ભારત હું ના ગીત દેખાડી મતદારોમાં મતદાન જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. આ તકે ટી.એલ.ઈ. સંજયભાઈ પંડયા દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.


