Gujarat

સુરતની હોટલમાં કામ કરતા કારીગરની પથ્થર-લાતો મારી કરાઇ હત્યા, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ

સુરત
સુરતઃ શહેરમાં સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ગઈકાલે મોડીરાત્રે એક હત્યાની ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હોટલમાં કામ કરતા બે કારીગરોએ ભેગા થઈને એક કારીગરની પથ્થર અને લાતો મારી હત્યા કરી હતી. જાેકે, પોલીસે ગણતરીના કલાકમાં આરોપીઓની ધરપકડ કરી દીધી છે. સુરત શહેર ગુનાખોરી તરફ સતત આગળ વધી રહ્યું હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. સતત હત્યાની ઘટનાને લઇને સુરત ચર્ચામાં રહે છે, જ્યારે ઉધના વિસ્તારમાં બનેલી હત્યાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર જવા પામી હતી. ઉધના વિસ્તારમાં રહેતા અને હોટલમાં કામ કરતાં રામ મહેશ રામકદન તિવારી નામના યુવકની તેની સાથે હોટલમાં કામ કરતા કારીગરો દ્વારા પથ્થર અને લાતો મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. જાેકે, હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ પોલીસને તેની જાણકારી આપી હતી અને પોલીસ તાત્કાલિક ઘટના દોડી જઈને સીસીટીવી મેળવી આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટેની કામગીરી શરૂ કરી હતી. જ્યારે એક આરોપીને પોલીસે ઉધના વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી મધ્યપ્રદેશ ભાગી ચૂક્યો હતો, તેને મધ્યપ્રદેશની ઝડપી પાડ્યો છે. હત્યા કયા કારણોસર કરવામાં આવી, તે મામલે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે.

Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *