Gujarat

હિંમતનગરના મોતીપુરાથી સેન્ટીંગ પ્લેટોની ચોરી કરી વેચવા જતા લોડીંગ રીક્ષા સાથે ૨ ઝડપાયા

સાબરકાંઠા
હિંમતનગરના મોતીપુરા વિસ્તારની સોસાયટીમાં નવીન બનતા મકાનમાંથી ત્રણ દિવસ પહેલા સેન્ટીંગની પ્લેટ અને ટેકા ચોરી કરનારા લોડીંગ રીક્ષામાં વેચવા જતા બે જણાને બી ડીવીઝન પોલીસ ભોલેશ્વર નજીકથી ઝડપી લઈને એ ડીવીઝન પોલીસને મુદ્દામાલ સાથે સોપ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના મોતીપુરા વિસ્તારની શિવમ સોસાયટીમાં નવીન બનતા મકાનમાંથી ત્રણ દિવસ પહેલા રાત્રીના સમયે બેડરૂમનો પતરાનો દરવાજાે તોડી સેન્ટીંગની પ્લેટ નંગ ૬૫ રૂ. ૩૨૫૦૦ તથા ટેકા વાલ પ્લેટ નંગ ૨૫ રૂ.૨૫૦૦ મળી રૂ.૩૫,૦૦૦ હજારના સામાનની ચોરી નવા બળવંતપુરાના દીપકસિંહ વનેસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.વી.જાેશી,વી.આર.ચૌહાણના અને ડી સ્ટાફના દલજીતસિંહ, હરપાલસિંહ, પ્રવીણસિંહ, ધરમવીરસિંહ, કિર્તીસિંહ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે હિંમતનગરના ભોલેશ્વર થી પરબડા જતા રોડ પરથી ચોરીની સેન્ટીંગની પ્લેટો, વાલ પ્લેટો, લાકડાના ટેકા ભરીને વેચવા જતી લોડીંગ રીક્ષા ય્ત્ન-૦૨-ફફ-૫૪૮૮ ને રોકી પરબડાની ગુજરાતી શાળા પાછળ રહેતા રીક્ષા ચાલક કરણ વાઘેલા સાથે બીજા હિંમતનગરના વિજાપુર રોડ પર પોલાજપુર પાસેના રો હાઉસમાં રહેતા સૈજાદખાન બાબુખાન દિવાનને ઝડપી લીધા હતા. પોલીસે ૪૦ હજારની રીક્ષા સાથે ૭૫ હજારનો મુદામાલ કબજે લઈને ઝડપાયેલા બંને જણાને હિંમતનગર એ ડીવીઝન પોલીસને સોપી દીધો હતો.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *