હિંમતનગર
અંબાજી પોલીસ સ્ટેશનમાં વકીલ વિકાસ જગદીશભાઈ અગ્રવાલ ઉપર ખોટી ફરિયાદ અંબાજી પોલીસે દાખલ કરી હતી વકીલ તરત જ હાઇકોર્ટમાં પહોંચ્યા અને હાઇકોર્ટ માંથી સ્ટે લાવ્યા છે જેના કારણે અંબાજી પોલીસ હવે તેમની ધરપકડ કરી શકશે નહીં પ્રાપ્ત વિગતો પ્રમાણે જાણવા મળે છે કે વકીલ વિકાસ અગ્રવાલ ઉપર સી.આર.પી.સી ૪૮૨ હેઠળ હાઇકોર્ટ માંથી સ્ટે મળતા તેઓ ખુશ જણાતા હતા વિગતો પ્રમાણે અંબાજીના કેટલાક માથાભારે તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો અને પોલીસે આરોપીઓની વાત સાંભળીને વકીલ ઉપર ખોટી ફરિયાદ નોંધાતા દાંતા ૧૨ એસોસિયેશન દ્વારા આ ઘટનાનો ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો
