હિમતનગર
અરવલ્લી જિલ્લામાં એક ગંભીર અકસ્માત સર્જાતા જેમાં ૧૭ જેટલા દર્દીઓ તો ગંભીર હાલતમાં હતા આ આ ગંભીર અકસ્માત ના કારણે સિવિલના તમામ ડોક્ટરોની રજાઓ કેન્સલ કરવામાં આવી હતી અને તમામ ડોક્ટરો સિવિલ સ્ટાફ અને તંત્ર કામમાં લાગી ગયું ઈમરજન્સીમાં એક પછી એક દર્દીઓનો ભરાવો થઈ રહ્યો હતો તેના કારણે ફરજ પરના ડોક્ટરો પહોંચી શકે તેમ ન હોવાથી ડોક્ટરો રજા ઉપર હતા તેમને પણ તાત્કાલિક બોલાવી દેવામાં આવ્યા હતા જાણવા મળે છે કે આ ગંભીર અકસ્માતના ૧૭ દર્દીઓને ૧૦૮ માં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા દ્રશ્ય જાેતા જાેવા મળ્યું હતું કે આટલા બધા ડોક્ટરો તમામ સ્ટાફ હાજર થઈ ગયો હતો અને એક પછી એક ટ્રીટમેન્ટ આપવાની શરૂઆત કરી તમામ સ્ટાફ એક સાથે જાેવા મળતા તે લોકો માટે પણ નવાઈ લાગતી હતી ખરેખર સરકાર દ્વારા બનાવવામાં આવતી આ સિવિલ હોસ્પિટલમાં પણ ઇમરજન્સીની સેવાઓ અને ડોક્ટરો પોતે પણ રજા હોવા છતાં પણ હાજર થઈ જાય તે અજીબ વસ્તુ છે.
