અમદાવાદ
અમદાવાદના મેમનગરમાં ઝાયડસ હોસ્પિટલ નજીક છસ્ઝ્ર અને ઔડાની દબાણ હટાવ કામગીરી દરમિયાન હોબાળો મચી ગયો. મહાકાળી માતાનું મંદિર તોડવાની કામગીરી હાથ ધરાતા ફૐઁ અને મહાકાળી સેવા ટ્રસ્ટે વિરોધ નોંધાવ્યો.. પોલીસ અને ફૐઁના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.. મંદિરના મહારાજ રાજેન્દ્રગીરીનો દાવો છે કે તેમની પાસે મંદિરના કાયદેસરના દસ્તાવેજાે છે.. પરંતુ જમીન ખાલી કરાવવા માટે ગણેશ હાઉસિંગના બિલ્ડર દ્વારા આ બધુ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે- મરી જઈશું પણ મંદિર, સમાધિ અને ગૌશાળા દૂર નહીં કરવા દઈએ.. મહારાજ પ્રમાણે આ જમીન દાયકાઓ પહેલા ઠાકોરોએ દાનમાં આપી હતી.. તે સમયે અહીં ફક્ત એક ડેલુ જ હતું.. પરંતુ ત્યારબાદ મોટું મંદિર બનાવાયું હતું.. તેના દસ્તાવેજાે પણ છે..તો બીજી તરફ બજરંગદળ અને ફૐઁના નેતાઓ અને કાર્યકરોએ પણ આ મામલે આરપારની લડાઈ લડી લેવાની ચીમકી ઉચ્ચારી છે. ફૐઁના નેતાઓએ કહ્યું કે- તેઓ કોઈપણ ભોગે મંદિર, સમાધિ અને ગૌશાળા દૂર નહીં થવા દે.. મંદિર કાયદેસર હોવાના પૂરતા દસ્તાવેજાે છે.. સરકાર અને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા છે.