Gujarat

અમીરગઢ-આબુ હાઈવે પર ઢોલિયા પાટિયા પાસે ટ્રક પલટી, ચાલકનો આબાદ બચાવ થયો

બનાસકાંઠા
અમીરગઢ આબુ હાઈવે પર ઢોલિયા પાટિયા નજીક ઁફઝ્ર પાઈપ ભરેલ આઈસર ટ્રક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમા ઢોલિયા પાટિયા નજીક ટ્રકચાલક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે ટકરતા રોડ વચ્ચે પલ્ટી મારતા ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને નિયંત્રિત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જાેવા મળી રહ્યો છે. પાલનપુર આબુ હાઇવે ઉપર અમીરગઢના ઢોલીયા પાટીયા નજીક એક ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક ચાલક સુરતથી પીવીસી પાઇપો ભરીને જાેધપુર તરફ જતા અમીરગઢ ઢોલિયા પાટિયા નજીક ટ્રક ચાલકે અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ડિવાઇડર સાથે ટકરાઈ રોડ વચ્ચે પલ્ટી ખાઈ ગઈ હતી. ટ્રકમાં ભરેલ પીવીસી પાઇપો રોડ વચ્ચે પથરાઈ ગઈ હતી. જેના કારણે નેશનલ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. બનાવની જાણ અમીરગઢ પોલીસને થતા અમીરગઢ અને એલ એન્ડ ટી વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી. સદનસીબે અકસ્માતમાં ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *