Gujarat

આગામી તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ઝોન કક્ષાની યોગ સ્પર્ધાનું જામનગર ખાતે આયોજન

યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને
અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક પર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા
તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૮મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી
જુનને “આંતર રાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્રસંધ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે
સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧ મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત
સરકાર દ્વારા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ ગુજરાત રાજય યોગ બોર્ડની રચના પણ કરવામાં આવેલ છે.
વધુમાં વધુ લોકો સુધી યોગ પહોંચે અને લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે તે હેતુથી ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા પ્રથમ વખત
યોગ સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મહાનગરપાલિકા કક્ષાએ યોજાયેલ યોગ સ્પર્ધામાં પસંદગી પામેલ
મહાનગરપાલિકા દિઠ કુલ ૬ વિજેતા ભાઇઓ -બહેનો રાજ્યકક્ષાએ ભાગ લઇ શકશે. કુલ ૮ મહાનગરપાલિકામાંથી પસંદગી
પામેલ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વચ્ચે રાજ્યકક્ષાની સ્પર્ધા થશે. એટલે કે દરેક મહાનગરપાલિકા દીઠ ૬ લોકોની (૩ ભાઇઓ અને ૩
બહેનો) કુલ ૪૮ સ્પર્ધક વચ્ચે રાજ્યકક્ષાની હરીફાઇ થશે અને ૪૮ પૈકી કુલ ૬ સ્પર્ધકોની અંતિમ પસંદગી રાજ્ય કક્ષાની યોગ
સ્પર્ધાના વિજેતા તરીકે થશે.
જે મુજબ જિલ્લા કક્ષાએ અલગ અલગ તારીખો દરમિયાન પસંદગી કરેલ સ્થળો ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજવામાં આવેલ
હતી. જેમાં પસંદગી પામેલ સ્પર્ધકોને મહાનગરપાલિકા કક્ષાની યોગ સ્પર્ધામાં જવાનું રહે છે.
જિલ્લા માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, જામનગર
Email- informationjam@gmail.com ફોન: ૦૨૮૮-૨૫૫૬૮૨૭, ફેક્સ : ૦૨૮૮- ૨૬૬૧૨૬૭

www.gujaratinformation.net

તા. ૧૭/૦૨/૨૦૨૩ સમાચાર યાદી : ૧૩૫

જે પૈકી જામનગર ખાતે યોજાનાર મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધામા જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓનો
સમાવેશ થાય છે. આ જિલ્લાઓ પૈકી પસંદગી પામેલ સ્પર્ધકોની મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધા આગામી
તા.૨૨/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૦૯.૦૦ કલાકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ક્રિકેટ બંગલા પાસે, જામનગર ખાતે યોજાનાર છે.
મહાનગરપાલિકા કક્ષાએ પસંદગી પામેલ પ્રથમ, દ્રિતીય અને તૃતીય ભાઇઓ તથા બહેનોને અનુક્રમે રૂ.૨૧,૦૦૦, ૧૫,૦૦૦
તેમજ ૧૧,૦૦૦ રકમ આપવામાં આવશે. સાથે મેડલ, સર્ટીફીકેટ, સોલ આપીને સન્માનિત કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *