Gujarat

ઉના શહેરમાં હોલસેલની દુકાનમાં રાત્રિના અચાનક આગ લાગતા તમામ માલસામાન બળીને ખાક, લાખો રૂપિયાનું નુક્સાન..

ન.પાલિકા ફાયર બ્રિગેડની ટીમે આગને બુજાવી હતી..
ઉના શહેરમાં એક હોલસેલ દુકાનમાં રાત્રિના સમયે કોઈ કારણોસર અચાનક આગ લાગતા ગોળી, બિસ્કીટ, વેફર સહીતની
ચીજવસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી. નગર પાલિકા ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ આગને બુજાવી હતી. આ
આગની ઘટનામાં દુકાન માલિકને લાખો રૂપિયાનું નુક્સાન થયાનુ જાણવા મળી રહ્યું છે.
ઉના શહેરમાં સોમનાથ માર્કેટ વિસ્તારમાં આવેલ રાજ માર્કેટીંગ નામની દુકાનમાં મોડી રાત્રિના સમયે કોઈ કારણોસર અચાનક આગ
લાગતા દુકાનમાં રહેલ ગોળી બિસ્કીટ, વેફર સહિતની હોલસેલની વિવિઘ ચીજવસ્તુઓનો માલસમાન બળીને ખાક થઈ ગઈ હતી.
મોડી રાત્રે પેટ્રોલીંગમાં રહેલ પોલીસ સ્ટાફ દ્વારા દુકાન માલિક રઈશભાઈને જાણ કરતા તાત્કાલિક દુકાને પોહચી ગયેલ અને નગર
પાલિકા ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરતા ફાયર બ્રિગેડ ટીમના અશોકભાઈ રાઠોડ, જીતુભાઈ બાંભણીયા, જીતુભાઈ જાની,
નાનજીભાઈ સોલંકી, ઇરશાદ સિદિકી સહીતની ટીમ ઘટના સ્થળે પહોંચી રાત્રિનાં ત્રણ વાગ્યાની સવારના નવ વાગ્યા સુધી સતત
આગ પર પાણીનો મારો ચલાવી પાચ કલાકથી વધુ સમયની જહેમત બાદ મહામુસીબતે આગને કાબુમાં લીધી હતી. આ આગની
ઘટનામાં માર્કેટીંગ હોલસેલની દુકાનમાં રહેલ તમામ ચીજ વસ્તુઓ આગમાં બળીને ખાક થઈ હતી. આગ લાગવાનું કારણ અકબંધ
હોય જોકે આગ સોર્ટ સર્કિટથી થયું હોવાનુ અનુમાન હોય પરંતું આગની ઘટનાનું સાચું કારણ જાણવા મળેલ નથી. આ બનાવમાં
દુકાન માલિકને લાખો રૂપિયાનું નુક્સાન થયું હોવાનું જાણવા મળેલ છે..

-હોલસેલની-દુકાનમાં-રાત્રિના-અચાનક-આગ-લાગતા-તમામ-માલસામાન-બળીને-ખાક.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *