આગેવાનો, વેપારી અગ્રણી, પત્રકાર સાથે મિટીંગ યોજી જનસંપર્ક સાધ્યો..
ઊના – ગુજરાત રાજ્ય સરકાર દ્રારા વ્યાજખોરોને ડામી દેવા મક્કમ બનાવી સમગ્ર તાલુકામાં ઝુંબેશ હાથ કરેલ છે. તે અંતર્ગત ઊના પોલીસ પી આઇ એન કે ગોસ્વામીએ ઉના પંથકના આગેવાનો, વેપારી અગ્રણી અને સામાજીક ક્ષેત્રના આગેવાનોનો જનસંપર્ક કરી વ્યાજના દુષણને નાબુદ કરવા પ્રક્રિયા હાથ ધરાયેલ છે. ઊના શહેરમાં માઘવ બાગ ખાતે પી આઇ ગોસ્વામીએ બેઠક બોલાવવામાં આવેલ જેમાં અગ્રણી આગેવાનો તેમજ પત્રકાર અને વેપારી સાથે બેઠક યોજી સમાજમાં વ્યાજખોરોના ત્રાસના કારણે બનતી આપઘાતની ઘટનાઓને સમાજ વિરોધી જણાવી આવા વ્યાજખોરોને ખુલ્લા પાડવા સહકાર સાથે માહીતી આવવા મીડીયા મારફત સમાજને અપીલ કરી પુરાવા સાથે વ્યાજખોરનો ભોગ બનનારા લોકો કોઇપણ ડર અનુભવ્યા વગર સામે આવે તેને મદદ કરવા કટીબંધ હોવાનું જણાવેલ છે. આ તકે વિવિધ અગ્રણીઓ ઇશ્વરભાઇ જેઠવાણી, મિતેશભાઇ શાહ, રામભાઇ વાળા, ચંન્દ્રેશભાઇ જોષી, મનોજભાઇ બાંભણીયા, પ્રકાશભાઇ ટાંક, કમલેશભાઇ બાંભણીયા, રસીકભાઇ ચાવડા તેમજ બેંકના કર્મચારીઓ, નાના મોટા વેપારીઓ, અગ્રણીઓ, આગેવાનો સહીતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. રાજ્ય સરકારે વ્યાજનો ધંધો કાયમી બંધ કરાવવા અને ભોગ બનતા સમાજને બચાવવાની ઝુંબેશને આવકારી હતી. અને પોલીસની કામગીરીને સહકાર આપવાની ખાત્રી આપેલ હતી.


