Gujarat

ઊના પંથકમાં તાઉતે વાવાઝોડાનાં બે વર્ષ બાદ કેશરી કેરીનું ઉત્પાદન 50%મળવાની સંભાવના…

ઉમેજ, સામતેર આજુબાજુના આંબા બાગ બગીચામાં કેરી જોવાં મળતા ખેડૂતો ખુશખુશાલ…

 

બે વર્ષમાં બગીચાના માલીકોએ પણ કેરીનો સ્વાદ માણ્યા નહીં હોવાનો શૂર વ્યક્ત કર્યો..

 

ઊના – સૌરાષ્ટ્રનો મીઠો સ્વાદ એટલે કેસરી કેરી રંગ જોતાં મોઢામાં પાણી આવવાનું શરૂ થાય પણ બે વર્ષ પહેલા તાઉકે વાવાઝોડું ફૂંકાયું. અને સૌરાષ્ટ્ર ગુજરાતની માર્કેટમાં વધું જોવા મળતી ઉના ગીરગઢડા તાલુકા પંથકની બાગાયતી ખેતી ધરાવતાં આંબાનાં હજારો વૃક્ષો ધરાશયી થઈ જતાં વર્ષોથી કેશર કેરીના બાગ બગીચા પર નિભાવ ધરાવતા ખેડૂતો પાયમાલ થઈ ગયા હતાં. પરંતુ કુદરતી આફતને અવસરમાં બદલી બાગાયતી ખેતી કેસર કરીનાં આંબાને બચાવવા કામે લાગી ગયા હતાં. અને બે વર્ષની મહેનત પછી આંબામાં કેસરી કેરીનાં ફળ જોવા મળતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે.

ઉના તાલુકાના ઉમેજ, સામતેર, પાતાપુર, મોઠા, અંજાર, કોઠારી, કાણેકબરડા સહિતના ઉના ગીરગઢડા તાલુકા ગ્રામિણ વિસ્તારોમાં કેસર કેરીનાં બાગ બગીચા મોટાપાયે ધરાવતાં ખેડૂતોએ વર્ષોની મહેનતથી વાવેલા આંબાને બચાવેલ હતાં. તેમજ નાના વૃક્ષનું વાવેતર કરીને ફરી વખત આંબાનું માવજત કરતા આંબાના ઝાડમાં મોર ફુલ જોવા મળ્યા હતા. અને સમય જતાં કેસર કેરી આવવા લાગતા આ વર્ષે ખેડૂતોને 50% આંબામાં કેરીનો પાક મેળવીને આવક મળી શકશે. તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

બોક્ષ્ – કેરીનું ઉત્પાદન નાના વૃક્ષમાં કેરી વધારે જોવા મળશે….ભાવુભાઈ ચાવડા..

ખેડૂત અગ્રણી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભાવુભાઈ ચાવડાના જણાવ્યા મુજબ કેરીનું ઉત્પાદન નાના વૃક્ષમાં કેરી વધારે જોવા મળી રહી છે. અને તેના કારણે આંબાના ઈજારેદારને ખેડૂતો સાથે ફાયદો થશે..

બોક્ષ્ – આંબામાં કેરીનું સારૂ ફળ જોવા મળશે….હામાભાઈ ગોહીલ..

 

ઉમેજ ગામના હામાભાઈ ગોહીલના જણાવ્યા અનુસાર ચાલું વર્ષે આંબામાં કેરીનું સારૂ ફળ જોવા મળ્યા હોવાથી બે વર્ષ બાદ સૌરાષ્ટ્રની માર્કેટમાં ઉના પંથકની કેસરી કેરીનો સ્વાદ લોકો માણી શકશે. પરંતુ ઉત્પાદન ઓછું હોવાનાં કારણે લાંબો  સમય સુધી લોકોને કેસર કેરી બજારમાં જોવા ઓછી મળશે.

 

 

 

બોક્ષ્ – આ વર્ષે લોકોને અસલી કેસર કેરીનો  સ્વાદ ચાખવા મળશે..

 

સૌરાષ્ટ્રમાં મોટાં શહેરોમાં ઉના ગીરગઢડા પંથકની કેસર કેરી બજારમાં જોવા મળતી હતી. અને દરરોજની 50 થી વધુ નાનાં મોટા વાહનો દ્વારા 5000થી વધું બોક્ષ માર્કેટમાં ઠલવાતા હતાં. તેનાં કારણે શ્રમિકો વાહન ચાલકો ખેડૂતો બોક્ષ માર્કેટ અને દલાલી કરતાં એજન્ટોને રોજીરોટી મળી રહેતી પરંતુ બે વર્ષથી આ કેસર કેરી બાગનો સફાયો થયો હતો. તેનાં કારણે ધંધો બંધ થતાં ખેડૂતોએ પણ પોતાનાં બાગની કેરીનો સ્વાદ માણ્યો ન હતો. કચ્છ ગુજરાત અને બહારનાં વિસ્તારોની જુદીજુદી કરી માર્કેટમાં આવતી પરંતુ કેસર કેરીનાં સ્વાદ સામે ટકી શકેલ નહીં આ વર્ષ લોકોને અસલી કેસર કેરીનો  સ્વાદ ચાખવા મળશે..

 

-તાઉતે-વાવાઝોડાનાં-બે-વર્ષ-બાદ-કેશરી-કેરીનું-ઉત્પાદન-50-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *