સોનાનો વાયદો રૂ.275 અને ચાંદીનો વાયદો રૂ.318 વધ્યોઃ કોટન-ખાંડીનો વાયદો
રૂ.200 નરમઃ મેન્થા તેલ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં
રૂ.15,037 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.18518.96 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ
વાયદામાં રૂ.51 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 4,38,582 સોદાઓમાં કુલ રૂ.33,607.09 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.15,036.72 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો
રૂ.18518.96 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,56,377 સોદાઓમાં રૂ.11,404.62 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.59,418ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,455 અને નીચામાં રૂ.59,325ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.275 વધી રૂ.59,658ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.481
વધી રૂ.46,951 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.51 વધી રૂ.5,860ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની
એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.328 વધી રૂ.59,559ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.68,349ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.69,550 અને નીચામાં રૂ.68,201ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.318 વધી રૂ.68,819ના સ્તરે
બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.380 વધી રૂ.68,838 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.372
વધી રૂ.68,849 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 11,994 સોદાઓમાં રૂ.1,547.52 કરોડના વેપાર થયા હતા.
તાંબુ માર્ચ વાયદો રૂ.756ના ભાવે ખૂલી, રૂ.0.30 ઘટી રૂ.754.45 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી
રૂ.203.45 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.45 ઘટી
રૂ.256ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.45 ઘટી
રૂ.203.40 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.182.65 જસત-મિની માર્ચ વાયદો રૂ.1.60 ઘટી રૂ.256 બોલાઈ
રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 57,389 સોદાઓમાં રૂ.2,074.51 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,484ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,489 અને
નીચામાં રૂ.5,290ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.111 ઘટી રૂ.5,418 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની
એપ્રિલ વાયદો રૂ.98 ઘટી રૂ.5,490 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.198ના
ભાવે ખૂલી, રૂ.1.90 વધી રૂ.199.20 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 1.2 વધી 210.1 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.10.07 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,400 અને નીચામાં
રૂ.61,120ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.200 ઘટી રૂ.61,240ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.30 ઘટી રૂ.993.60 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.6,654.30 કરોડનાં
11,096.076 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.4,750.32 કરોડનાં 688.389 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,306.54 કરોડનાં 24,00,850 બેરલ તથા
નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.767.97 કરોડનાં 3,86,73,000 એમએમબીટીયૂ નાં કામ
થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.284.39 કરોડનાં 14,020
ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.33.01 કરોડનાં 1,806 ટન તાંબાના વાયદાઓમાં રૂ.915.51 કરોડનાં
12,210 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.314.61 કરોડનાં 12,293 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.12 કરોડનાં 672 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.5.95 કરોડનાં 59.4
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 23,513.497 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 687.618 ટન, તાંબાના વાયદાઓમાં 12,775 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 24,925 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,595 ટન તથા જસત અને જસત-મિનીમાં
22,266 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 16,72,730 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 4,86,88,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
12,288 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 367.56 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.51.41 કરોડનાં 636 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 698 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ માર્ચ વાયદો 16,056
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,305 અને નીચામાં 16,004 બોલાઈ, 301 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 87 પોઈન્ટ વધી
16,114 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.18518.96 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5615.35 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.469.22 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.10142.81 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2287.61
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.536.45 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.156ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.159.20 અને નીચામાં
રૂ.126.40ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13.70 ઘટી રૂ.151 થયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.200
સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.9 ખૂલી, ઉપરમાં રૂ.9.15 અને નીચામાં રૂ.5.85
રહી, અંતે રૂ.0.50 વધી રૂ.8.85 થયો હતો.
સોનું માર્ચ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.370ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.958 અને નીચામાં રૂ.352.50ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.197 વધી રૂ.567.50
થયો હતો, જ્યારે સોનું-મિની માર્ચ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.300
ખૂલી, ઊપરમાં રૂ.950 અને નીચામાં રૂ.300 રહી, અંતે રૂ.245.50 વધી રૂ.574 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,261ના ભાવે ખૂલી, રૂ.259 વધી
રૂ.1,736.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,350ના ભાવે ખૂલી, રૂ.309 વધી રૂ.1,640.50 થયો હતો. તાંબુ માર્ચ રૂ.770 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.59 ઘટી રૂ..31 જસત માર્ચ રૂ.270 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.0.01 ઘટી
રૂ.0.04 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.129ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.227.40 અને નીચામાં રૂ.129ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.44.80 વધી રૂ.175.20 થયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.25 ખૂલી, ઉપરમાં રૂ.13.70 અને નીચામાં રૂ.8.70 રહી, અંતે રૂ.1.40
ઘટી રૂ.9.55 થયો હતો.
સોનું માર્ચ રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.160ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.185 અને નીચામાં રૂ.63ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.24.50 ઘટી રૂ.147.50
થયો હતો, જ્યારે સોનું-મિની માર્ચ રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.239 ખૂલી,
ઊપરમાં રૂ.290 અને નીચામાં રૂ.95 રહી, અંતે રૂ.31.50 ઘટી રૂ.199 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.68,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,750ના ભાવે ખૂલી, રૂ.10.50
ઘટી રૂ.1,874.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.67,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,320ના ભાવે ખૂલી, રૂ.6 ઘટી રૂ.1,351.50 થયો હતો.
