આગામી સમયમાં આવનાર મકરસંક્રાતિના તહેવાર દરમિયાન કેટલાક ઈસમો પોતાનાં આર્થિક ફાયદા સારૂ પ્રતિબંધિત ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઈનીઝ લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ) નું વેચાણ કરતા હોય, પોલીસ મહાનિદેશકશ્રી, અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓએ ગુજરાત રાજ્યમાં ચાઇનીઝ દોરા, નાઇલોન દોરા, તથા ચાઈનીઝ લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ) ઉપયોગ ઉપર મુકવામાં આવેલ પ્રતિબંધનું ચૂસ્તપણે અમલવારી કરાવવા વહીવટી તંત્રને સુચનો આપવામાં આવેલ હોય, જે અન્વયે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા સાહેબ, તરફથી જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. ભાવનગર રેન્જ શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ,
ભાવનગર નાઓએ ભાવનગર રેન્જનાં જિલ્લાઓમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરા, તથા ચાઈનીઝ લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ) નું વેચાણ કરતા ઈસમોને પકડી પાડવા સુચનાં આપેલ હોય જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ, સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં આગામી મકરસંક્રાતિ અન્વયે પ્રતિબંધિત ચાઇનીઝ દોરા, નાઇલોન દોરા, તથા ચાઈનીઝ લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ)નું વેંચાણ કરતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપવામાં આવેલ. જે અનુસંધાને શ્રી એ.એમ.પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર ઈન્ચાર્જ એસ.ઓ.જી.શાખા, તથા શ્રી જે.કે.મોરી, પો.સ.ઇ.શ્રી એસ.ઓ.જી.શાખા, નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી.ટીમ દ્વારા ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ખાનગી બાતમી હકિકત આધારે ખાંભા તાલુકાનાં ડેડાણ ગામથી એક ઈસમને ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા ઈસમને પકડી પાડી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની ધટીત કાર્યવાહી કરવા સારૂ ખાંભા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપી —
અજયભાઇ ભરતભાઇ ચૌહાણ, ઉં.વ.૧૯, ધંધો-હીરા ધસવાનો, રહે.ડેડાણ, તા.ખાંભા, જિ.અમરેલી
પકડાયેલ મુદ્દામાલની વિગત બ મોનોસ્કાય કંપનીની (પ્લાસ્ટીક દોરી) રીલ નંગ-૬, કિં.રૂા.૧૪૫૦/-નો મુદ્દામાલ.
આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ શ્રી એ.એમ.પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર ઈન્ચાર્જ એસ.ઓ.જી.શાખા, તથા શ્રી જે.કે.મોરી, પો.સ.ઇ.શ્રી એસ.ઓ.જી.શાખા, તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા ચાઇનીઝ દોરી નંગ-૬, કિ.રૂા.૧૪૫૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


