Gujarat

ગરબાડાના ભે ગામમાં ૧૪ શખ્સોએ કેસ હારવા છતાં જમીન પચાવી મકાનો બાંધી દેતા ફરિયાદ

દાહોદ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભે ગામે એક વ્યક્તિની સ્વતંત્ર માલિકીની જમીનનો કેસ કોર્ટમાં ચાલતો હતો. તેના ચુકાદા જમીન માલિકીની તરફેણમાં આવ્યાં છતાંય સામાપક્ષના ૧૪ જેટલા ઈસમોએ જમીન મુળ માલિકને નહીં સોંપી તેની ઉપર ગેરકાયેદસર મકાનો બનાવી અને અન્ય જમીનમાં ખેતીકામ કરી જમીન પચાવી પાડી હતી. આ સંબંધે જમીનના માલિક દ્વારા ૧૪ ઈસમો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાંવ્યાંનું જાણવા મળે છે. ગરબાડા તાલુકાના પાટીયા ગામે ઉંડાવાળુ ફળિયામાં રહેતાં વરસીંગ મડીયાભાઈ ભુરીયા, નરસીંગ મડીયાભાઈ ભુરીયા, બરસીંગ મડીયાભાઈ ભુરીયા, પ્રતાપ મડીયાભાઈ ભુરીયા, ગોપાલ વરસીંગભાઈ ભુરીયા, ખીમા વરસીંગભાઈ ભુરીયા, અનેસીંગ ખીમાભાઈ બુરીયા, મહેશ ખીમાભાઈ ભુરીયા, નવલા નરસીંગભાઈ ભુરીયા, સરમલ નરસીંગભાઈ ભુરીયા, મોતીયા નરસીંગભાઈ ભુરીયા, નેમા બરસીંગભાઈ ભુરીયા, જીથરા બરસીંગભાઈ ભુરીયા અને તેમની સાથે અન્ય એક ઈસમ મળી ૧૪ ઈસમો દ્વારા પોતાના ગામમાં રહેતાં માજુભાઈ સોમજીભાઈ ભુરીયાની સ્વતંત્ર માલિકીની ભે ગામે આવેલ જમીન સંબંધે કોર્ટમાં દાવો ચાલતો હતો. કોર્ટ દ્વારા આ કેસમાં જમીનના મુળ માલિક માજુભાઈ તરફે ચૂકાદો આવ્યાં હતાં. છતાય આ ૧૪ ઈસમો દ્વારા માજુભાઈની સ્વતંત્ર માલિકીની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેઓની જમીનમાં મકાનો બાંધી દીધા હતા. બાકીની જમીનમાં ગેરકાયદે ખેતીકામ કરી જમીન પચાવી પાડી માજુભાઈને તેઓની જમીન સોંપતાં ન હતા. આ સંબંધે માજુભાઈ સોમજીભાઈ ભુરીયાએ તમામ ૧૪ ઈસમો વિરૂધ્ધ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *