Gujarat

ગુજરાતમાં સતત બીજા દિવસે માવઠું પડ્યું, હજું પાંચ દિવસની આગાહી

સુરેન્દ્રનગર
રાજ્યમાં ઉનાળાની શરૂઆત થાય તેની પહેલા જ ચોમાસું શરૂ થયું હોય તેમ લાગી રહ્યું છે. ગઈકાલે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યા બાદ આજે પણ માવઠું થયું છે. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદની સાથે ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. સુરેન્દ્રનગરના પાટડીમાં વહેલી સવારે કરા પડ્યા હતા. જ્યારે વલસાડ, પાટણ, બનાસકાંઠા અને ભુજના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તે મુજબ અનેક પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ પણ આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ પંથકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે ખેડૂતોના પાકને મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામા આજે વહેલી સવારે અચાનક વાતાવરણમા પલટો આવ્યો હતો. ત્યારે કેટલાંક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પણ વરસ્યો હતો. પાટડીમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યાં બાદ કેટલાંક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. સમગ્ર ગુજરાત રાજ્યમા હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં હવામાન વિભાગની આગાહીને લઈને કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને પગલે કેરી અને રવિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જેથી ખેડૂતોમાં ચીંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. પાટણમાં પણ મધરાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. ઘઉં, જીરૂ, ચણા, કપાસ, રાજગરો, રાયડોના પાકમાં નુકસાન થવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. ઉનાળામાં કમોસમી વરસાદને કારણે આર્થીક નુકસાનની ભીતિને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેથી અનેક પંથકમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. અમીરગઢ, ઈકબાલગઢ, ધાનેરા, ડીસા, દિયોદર, કાંકરેજ અને લાખણી સહીતના પંથકમાં માવઠું થયું હતું. સતત બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *