Gujarat

ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાયમૂર્તિ શ્રી સોનિયાબેન ગોકાણીને શુભેચ્છાઓ પાઠવતાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

શ્રી સોનિયાબેન ગોકાણીની ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણુંક થતા
રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે તેઓના શપથ સમારોહમાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ વ્યક્ત કરી અભિનંદન
પાઠવ્યા હતા.
રાજભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ભારતની સર્વોચ્ચ
અદાલતના ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના કાયદા-ન્યાય મંત્રી શ્રી
ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મંચસ્થ મહાનુભાવોએ ઉચ્ચ ન્યાયામૂર્તિ કુમારી સોનિયાબેન ગોકાણીને અભિનંદન
પાઠવ્યા હતા.
શપથવિધિ સમારોહમાં રાજ્યના મંત્રીમંડળના સભ્યો, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, મહાનુભાવો
અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

GUJARAT-HIGHCOURT-JUDGE-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *