દીપડીના બેબચ્ચા મુક્યાં…..આખરે બે દીવસથી દિપડી બકરો ખાઇ નાશી જતી….ત્રીજા દિવસે દીપડી પકડાતાં ખેડુતો શ્રમિકોએ
હાશકારો લીધો..
ગીરગઢડા જંગલ બોર્ડરનાં ઘાંટવડ ગામની સીમનાં કોકન વિસ્તારમાં આવેલ દાદુભાઈ લાલકિયાના ખેતરમાં શેરડીનાં પાકનું વાવેતર
કરાયેલ હોય અને બહાર ગામનાં ૨૦ જેટલાં શ્રમિકને બોલાવીને શેરડીના પાકનું કટીંગ શરૂ કરાવતાં શેરડીનાં વાવેતરમાં વચ્ચે
દીપડીએ જન્મ આપેલાં નાના બે બચ્ચાં જોવાં મળતાં મજુરોમાં ભય ફેલાયો હતો. અને તાત્કાલિક ખેડૂત રામભાઇ દાદુભાઈ
લાલકિયાને જાણ કરી હતી. તેમણે વનવિભાગનાં અધિકારીઓને જાણ કરતા તાત્કાલિક દોડી આવી બે પાંજરા દીપડીને પકડી પાડવા
ગોઠવી દીધાં હતા. અને એક પાંજરામાં દિપડીના બે બચ્ચાંને મુકવામાં આવ્યા હતા. અને એક પાંજરામાં જીવતું બકરાંને બાંધી શિકાર
મુકેલ હતું. એક રાત્રે દીપડી આવી ખરી પણ ભુખી હોવાનાં કારણે સહેલાય સાથે ચતુરતા દેખાડી હોય તેમ બકરાનો શિકાર કરી
મિજબાની માણી આરામથી નીકળી ગઈ છતાં પાંજરૂ બંધ થયું નહિં.
બીજી રાત્રે દીપડી પોતાનાં જન્મ આપેલાં નાના બચ્ચા પાસે પાંજરામાં ગઈ પુરાઈ હતી. અને બચ્ચા સાથે પ્રેમ વહાલ કરીને
પાંજરાનો દરવાજો ઉચ્ચો કરીને નાશી છુટતા આ અજીબ ઘટનાથી વનવિભાગનાં કર્મચારીઓ બીડ ગાર્ડ પણ આશ્ર્ચર્યમાં મુકાયાં
હતાં. બીજી તરફ ખેડૂત અને બહારથી આવેલા શ્રમિક પરીવારનાં ૨૦ જેટલાં લોકો પણ દીપડીનાં ભય હેઠળ શેરડીના વાડમાં પગ
મૂકવા થરથર કાંપતા હતા. આમ ત્રણ દિવસથી ઘાંટવડની સીમ વિસ્તારમાં અવરજવર કરતાં ખેડૂતો પણ પરેશાન બની ગયાં હતાં.
અને વનવિભાગનાં કર્મચારીઓને પણ દીપડી પાંજરે પૂરવા પશીનો છુટી રહ્યો હતો.
વન્ય પ્રાણીમાં દીપડા-દીપડીનો કોઈ ભરોશો કરતાં નથી. આક્રમણ અને લુચ્ચાઈ ભર્યું વન્ય પ્રાણી કોઈપણ સમયે હુમલો કરી દે છે.
અને માનવી બાળકને ઈજા અથવા મોતને ઘાટ ઉતારી દેઈ છે. આવાં અનેક બનાવો પણ બની ચુક્યા છે તેમાં પણ આ દીપડીએ
તાજેતરમાં નાનાં બચ્ચાંને જન્મ આપેલ હોય તેનાં બચ્ચાંની સુરક્ષા રાખવા ગમે ત્યારે પણ આ વિસ્તારમાં આવી ચડે તેની તકેદારીને
ધ્યાને રાખીને વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પણ સતત ચોકનમાં રહી રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરી રહ્યા હતા. વહેલી તકે
દિપડી પકડાય તોજ આ વિસ્તારમાં ખેડૂતોનો શેરડીના વાડનું કટીંગ શરૂ થાય તોજ ખેડૂતોને પોતાના પાકનું વળતર મળે તેવો શુર
વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતે ત્રીજા દિવસે રાત્રિનાં વાડીના ગોઠવેલ પાંજરામાં દીપડી કેદ થઈ જતાં ખેડુત તેમજ શ્રમિકોએ
રાહતનો શ્વાસ લીધો હતો. અને દીપડીને તેનાં બચ્ચાં સાથે સહીસલામત રીતે જામવાળા એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવેલ
છે. અને દીપડીને તેનાં બચ્ચાં સાથે મિલન કરાવામાં આવેલ હતું…
ખેડુત રામભાઇ દાદુભાઈ લાલકીયા એ જણાવેલ કે ખેતીમાં વાળની કામગીરી માટે બહારથી મજૂરોને બોલાવી કામ કરતા હોય
દીપડાના બચ્ચા જોવા મળતા બે દિવસથી આ મજૂરો અને ખેડૂતોમાં ભય ફેલાયો હતો. અને આખરે બચ્ચાં વાળી દીપડી પાંજરે
પુરાતા હાશકારો અનુભવ્યો હતો. અને આજે વહેલી સવારથી ખેડુત શ્રમિકો શેરડીના વાળનું કટિંગ કરવાં લાગી ગયાં છે. વન્ય પ્રાણી
દિપડા, સિંહ તેમજ ભૂડના ત્રાસથી હેરાન પરેશાન થઈ ગયા છે વનવિભાગ દ્રારા તાત્કાલિક પકડી પાડવા કાર્યવાહિ હાથ ધરે તેવી પણ
માંગ કરી હતી….


