ઊના – ગુજરાત સરકાર દ્વારા અધતન બસ ડેપો નિર્માણ કરવામાં આવેલ છે. પરંતુ આ બસ સ્ટેશનની સુવિધા ઉભી થયા પછી
બસના જરૂરી નવા રૂટો શરૂ થવા જોઈએ. તેના બદલે વર્ષો જુના જે ટ્રાફીક વાળા રૂટી છે. તે બંધ કરી દેવામાં આવ્યા છે. ગીરગઢડાથી
જીલ્લા મથકે જવાની અનુકુળ સમયની કોઈ બસ જ નથી. જુનાગઢ કે રાજકોટ માટેની ટ્રાફીક વાળી બસો ગમે ત્યારે કંડક્ટરની ઘટ કે
બસો નથી ના બહાના હેઠળ બંધ કરી દેવામાં આવે છે. ગમે ત્યારે બસો બંધ કરે તેના કારણે ગીરગઢડા તાલુકાના ગામડા માંથી ભણવા
આવતા વિદ્યાર્થીઓ રઝળી પડે છે. અગાઉ થોડા દિવસોમાં ડેપો મેનેજર તરીકે ચાર્જ અપાયેલ રાજકોટીયા હાજર હોતા નથી. અને
ફોન ઉપાડતા નથી તો ફરિયાદ કરવી કોને ? પેસેન્જરોને બસોની અનિયમિતા ના કારણે ખૂબ જ રઝળપાટ કરવો પડે છે. ગામડાના
મોટા ભાગના વર્ષો જુના રૂટો બંધ કરી દેવાયા છે. ગીરગઢડા એસ.ટી. ડેપોમાં રીઝર્વેશન ઓફીસ હોવા છતા, બુકીંગ કરવામાં આવતું
નથી. વિદ્યાર્થીઓને પાસ કાઢી દેવામાં આવતા નથી. અને વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે ઉના ધક્કા ખાવા પડે છે. ઈન્ક્વાયરી
ઓફીસમાં રેગ્યુલર કોઈ અધીકારી હાજર હોતા નથી. એસ.ટી.તંત્રના આવા અણઘર વહીવટને કારણે ગીરગઢડા વિસ્તારની મુસાફર
જનતા ત્રાહિમામ પુકારી ઉઠી છે. ગીરગઢડા ખાતે વેપારી મંડળના અને ગામના આગેવાનોએ આ બાબતે ચર્ચા વિચારણા કરીને
એસ.ટી. તંત્ર દ્વારા સમસ્યાનું સુખદ નિવારણ ન આવે તો ચક્કાજામ કરી ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવ ચિમકી આપી
હતી..
