Gujarat

ચાણસ્માના પલાસરમાં ટ્રકમાંથી ડીઝલની ચોરી કરનાર તસ્કરને પોલીસે ઝડપ્યો, બે ફરાર થયા

પાટણ
ચાણસ્મા તાલુકાનાં પલાસર ગામે એક ટ્રકમાંથી તા. ૨૯મીની રાત્રેથી ૩૦ મીની બપોર સુધીનાં સમય દરમિયાન કોઇએ રૂ ૧૨,૮૦૦ની કિંમતનું ૧૪૦ લીટર ડિઝલની ચોરી કરી હતી. જે અંગેની ફરીયાદ જિતેન્દ્રભાઈ પ્રહલાદભાઇ પટેલે ચાણસ્મા પોલીસ મથકે નોંધાવી હતી. ત્યારે પોલીસે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ત્રણ પૈકી એક તસ્કરને પકડી પાડ્યો હતો. જ્યારે બે લોકો નાસી ગયા હતા. જિતેન્દ્રભાઈ પટેલ પોતાનો જય અંબે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હોવાથી ચાણસ્માનાં પલાસર ગામે રેતી ચાળવાનો પ્લાન્ટ હોવાથી બે પૈકી બંને ટર્બો ટ્રક પ્લાન્ટ ઉપર રાખેલા હતા. તેઓ પોતાનાં ટર્બો પાસે આવતાં ડીઝલની ટાંકી ખુલ્લી હોવાનું જણાતા તપાસ કરતાં તેમાંથી ડીઝલની ચોરી થઈ હોવાનું જણાયું હતું. તેની તપાસ તેઓ કરતા હતા ત્યારે ત્યારે જાણવા મળેલ કે, રાત્રે પોલીસે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન ચોરીના ડિઝલ સાથે એક ટ્રકવાળાને પકડેલો છે તેથી તેઓ પોલીસ સ્ટેશને ગયા હતા. જ્યાં તેમને જાણવા મળ્યું કે, રાત્રે પાટણ એલસીબી પોલીસે નાઇટમાં ચોરી કરી ટ્રકમાં ત્રણ માણસો જતાં હતા, ત્યારે પોલીસે અયુમભાઇ રે. ગાંધીધામને પકડ્યા હતા. જ્યારે તેનો ડ્રાયવર કંડકટર ક્યાંક ભાગી ગયા હતા. આ તસ્કરોએ ટર્બોમાંથી રૂા. ૧૨,૮૦૦ની કિંમતનું ૧૪૦ લીટર ડીઝલ ચોરી કર્યું હતું. જે અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *