Gujarat

ચોપાટી ખાતેના કાર્યક્રમને માણવા ગીર સોમનાથની જનતાને વહીવટી તંત્રની અપીલ

ગુજરાત સરકારશ્રીના રમતગતમ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથ દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ગીર સોમનાથ દ્વારા સંચાલિત ગુજરાતના પર્યટન સ્થળો પર મુલાકાત લેતા પર્યટકોને વિભિન્ન પ્રકારની ઝાંખી મળે તથા “પર્યટન પર્વ” સ્થળને વધુ ઉર્જાવાન બનાવવાની વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી શકાય તેવા હેતુથી પર્યટન પર્વનું આયોજન કરાયું છે.

આ પર્યટન પર્વ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન આગામી તા:૦૪/૦૬/૨૦૨૩ના રોજ સાંજે ૦૭:૩૦ કલાકથી વેરાવળ ચોપાટી, દિવાદાંડી ખાતે કરવામાં આવેલ છે. જેમાં ગુજરાતના યુવા દિલોનો ધબકાર ‘‘વ્હાલમ’’ શ્રી જીગરદાન ગઢવી તથા ગુજરાતના નામાંકીત ગૃપો દ્વારા લોકનૃત્ય, રાસ, ગરબા કલાની પ્રસ્તુતિ કલાકારો દ્વારા કરવામાં આવનાર છે તો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારવા તેમજ આ ભાતીગળ વારસાને નિહાળવા ગીર સોમનાથની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *