ગુજરાત રાજ્ય વનવિભાગ તેમજ સામાજીક વનીકરણ વિભાગ ગીર સોમનાથના ઉપક્રમે તારીખ-૦૫/૦૬/૨૦૨૩ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે TFC ઓડિટોરિયમ હોલ, શ્રી સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૩ની ઉજવણી થશે.
સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ, ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, ધારાસભ્યશ્રી પ્રદ્યુમનભાઈ વાજા, ધારાસભ્ય શ્રીવિમલભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબહેન વાજા તેમજ નાયબ વન સંરક્ષક, વન્યપ્રાણી વિભાગ સાસણ (ગીર) શ્રી ડૉ.મોહન રામ સહિત વનવિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહેશે.
આ તકે કાર્યક્રમમાં શાળાના બાળકો પર્યાવરણને લગતા નાટકો ભજવશે તેમજ ગીત સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. જેના વડે લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ ઉદ્ભવે અને વધુમાં વધુ વૃક્ષોનું જતન અને જાળવણી કરે.
