ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને એસ.એન.બારીયા પોલીસ સબ ઈન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ માણસોને મળેલ બાતમી હક્કિત મળેલ કે રંગપુર પોલીસ સ્ટેશન A પાર્ટન ગુ.ર.નં.૦૨૫૨૪૨૦૨૦ ઈ.પી.કો. કલમ ૩૯૫, ૩૩૨, ૩૩૭, ૧૮૬, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુનાના કામે નાસતા ફરતો આરોપી લેહવાંટ ફાટક પાસે રોડ ઉપર ઉભો છે જે હક્કિત આધારે લેહવાટ ફાટક પાસે રોડ ઉપર આરોપીની તપાસ દરમ્યાન મળી આવતાં તેને કોર્ડન કરી પકડી પાડી ઉપરોકત ગુન્હાના કામે CRPC 41(1) I મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


