અમરેલી…
ભૂરખિયા મંદિરે બે લાખથી વધારે ભક્તોનો પ્રવાહ….
70 હજારથી વધારે ભક્તો લેશે ભોજન પ્રસાદ….
આજરોજ હનુમાન જયંતિના પાવન અવસર પર દર વર્ષની માફક આ વર્ષે પણ લાખો શ્રધ્ધાળુઓ પદયાત્રા માટે મધરાતથી પ્રસ્થાન કરી રહ્યાં છે. અમરેલી જિલ્લામાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓએ મધરાતથી જ તેમની પદયાત્રાનો જ આરંભ કરી દીધો હતો. જેને પગલે પોલીસે અમરેલી, લાઠી, ચાવંડ માર્ગ ગઈકાલથી જ ભારે વાહનો માટે પ્રતિબંધિત કર્યો છે. અમરેલી તથા આસપાસના ગામોમાંથી આવતા આ પદયાત્રીઓને ૩૫ થી લઇ ૫૦ કિમી સુધીની પદયાત્રા કરવી પડે છે. આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે ભુરખીયા મંદિર ખાતે ઉજવણીનું ભવ્ય આયોજન કરાયુ છે. આ નિમિત્તે અહી લોકમેળો પણ યોજાશે.અમરેલી શહેરમાંથી જ નહી અન્ય માર્ગો પરથી પણ પદયાત્રીઓની ભીડ ભુરખીયા તરફ જોવા મળી રહી છે. અમરેલી પંથકના પદયાત્રીઓએ ગઈકાલે સાંજના પાંચેક વાગ્યા પછી પદયાત્રા આરંભ કરી દીધી હતી. મોટાભાગના પદયાત્રીઓએ રાતના ૧૨ વાગ્યા પહેલા પોતાની પદયાત્રા શરૂ કરી દીધી હતી. જેને પગલે અમરેલીના લાઠી રોડ બાયપાસથી જ ગઈકાલ બપોરના ત્રણ કલાકથી ભારે વાહનોના પ્રવેશ પર જાહેરનામાથી પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ પ્રતિબંધ ૬ તારીખ રાતના ૧૨ વાગ્યા સુધી અમલમાં રહેશે.બીજી તરફ અમરેલી તથા આસપાસના વિસ્તારની જુદીજુદી સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા જુદાજુદા સ્થળે ઉભા થનારા ૩૦થી વધુ સ્ટોલમાં પદયાત્રીઓ માટે પાણી, ઠંડાપીણા, ફ્રુટ, આઇસ્ક્રીમ, ફુટ જયુશ, ગાંઠીયા ભજીયા, નાળીયેર પાણી, ચા નાસ્તો વિગેરેની વિનામુલ્યે સેવા કરવામાં આવશે. ૩૫ કિમી લાંબા રૂટ પર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શ્રધ્ધાળુઓ અહી હનુમાન જયંતિ પર વહેલી સવારે આરતીના દર્શનનો લાભ લે પછી પદયાત્રીઓને પરત તેમના ગામ લાવવા સેવાભાવીઓ દ્વારા વાહન સેવાની પણ વ્યવસ્થા કરાઇ છે…..
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


