છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના વજેપુર ગામ ખાતે પ્રધાનમંત્રી ગ્રામસડક હેઠળ વજેપુર અને જાંબલી ગામને જોડતો રોડનું કામ ચાલુ કરેલ છે વર્ષ ૨૦૨૦/૨૦૨૧માં આરસીસી રોડ ૨૨ લાખ ના ખર્ચે પટેલ ફળિયા થી ગમોણ ફળિયાને જોડતો રોડ બનાવેલ છે અને હાલમાં એજ રોડ ઉપર ડામર રોડ બનાવવાનું કામ ચાલુ છે. સરકારની યોજનાઓ લોકોના હિત અને એમની સુખાકારી માટે હોય છે કોઈ પણ યોજના જેમ બને એમ દેશના વધુમાં વધુ નાગરિકોને આ યોજનાઓનો લાભ મળે એ મુખ્ય હેતુ હોય છે અને ગામના ઓછા લોકોને લાભ થાય એ હેતુથી ત્યાં આરસીસી રોડ બે વર્ષ પહેલાં બનાવેલ હતો અને હાલમાં તેના ઉપર જ ગ્રામ પંચાયતના વહીવટી હોદ્દેદારો પોતાની મનમાની રીતે ડામર રોડ બનાવે છે જે બિલકુલ અયોગ્ય છે સામેના પક્ષે આજ ડામર રોડ બનાવવામાં આવે તો ગામની ૯૦% વસતી ને લાભ મળે એમ છે ગ્રામજનોએ આ બાબતે રજુઆત કરી હતી કે આ રોડને બંધ કરીને જ્યાં લોકોની સુખાકારી માટે માંગ છે ત્યાં બનાવે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી અને તલાટી કમ મંત્રી તેમજ મહિલા સરપંચ નો વહીવટ કરતા પુત્રને ટેલીફોનીક અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ તેઓ ગામ લોકોની રજૂઆતને ગ્રાહ્ય રાખ્યા વગર પોતાની મનમાની મુજબ કામ ચાલુ રાખેલ છે જે સરકારની યોજનાનો દુરપયોગ કરતા સ્પષ્ટ દેખાય છે. રજૂઆત બાબતે ગંભીરતાથી નોંધ લેવામાં આવે અને ગ્રામજનોની માંગણી મુજબ સંતોષકારક નિર્ણય ૭ દિવસમાં લેવામાં આવે અને જો તેમ કરવામાં નહિ આવે તો ગ્રામજનો આંદોલન કરશે અને તાત્કાલિક કામ અટકાવિશે એમ આવેદન પત્ર માં જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


