*દર વર્ષે ની જેમ આ વર્ષે પણ આજરોજ છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાની ચીમલી,કાવરા સિવાય અન્ય બીજી શાળાઓ પ્રતાપપુરા, પંઢરવા, ડામોર ફળીયા, સાઢલી, ઘોડીયાલા,ઝાબ,બોરધા અને સજવા ગૃપ શાળા એમ ટોટલ 10 શાળા ઓમાં વિદ્યાર્થીઓ ની સંખ્યા મુજબ ધોરણ 1 અને 2 માં 6 નંગ નોટબુક ધોરણ 3 થી 5 માં 12 નંગ નોટબુક ધોરણ 6 થી 8 માં 12 નંગ ચોપડાઓ મફતમાં દાન સ્વરૂપે આપવામાં આવ્યાં.*
સાથી ગૃપનાં વિજયભાઈ ભૂવા (અમરેલી) હાલમાં એન્જિનિયરનો ચીમલી પ્રાથમિક શાળા ખાતે જુનો નાતો હોઈ અને આગામી 4 એપ્રિલે તેઓના જન્મ દિવસ ની ખુશીમાં ચીમલી શાળા પરિવાર તરફથી એડવાન્સમાં બર્થડે વિશ કરી કેક કાપી જન્મ દિવસ ઉજવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત ચીમલી શાળા પરિવાર તરફથી સાથી ગૃપ નાં દર વર્ષે કરાતાં આ સરાહનીય કાર્ય માટે પ્રસસ્થી પત્ર અને શીલ્ડ તથા મોમેન્ટો આપી સમગ્ર સાથી ટીમને સન્માનિત કરવામાં આવી હતી.
સદર દાન બદલ તમામ શાળાઓ ગૌરવ ની લાગણી અનુભવી અને સાથી ગૃપ (અમદાવાદ) વટ વૃક્ષ બને તથા અન્ય જરૂરિયાત વાળા બાળકો અને લોકો સુધી પહોંચી દાન રૂપે અવિરત સેવાઓ ચાલુ રાખે તેવી આશા અને અપેક્ષા કરવામાં આવી રહી છે
ઈમરાન હાશમી મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


