તસ્વીર: રેહાન પટેલ છોટાઉદેપુર
છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોડ નંબર ચાર ના રહીશો દ્વારા નગરપાલિકા દ્વારા કામગીરી ન થતી હોવાને લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, ગુરુકૃપા વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકામાં વિકાસ ના કામો કરવામાં આવે તેવી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી તેને લઈને ગુરુકૃપા સોસાયટી ના રહીશો દ્વારા છોટાઉદેપુર મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.


