Gujarat

જૂનાગઢની 181 ટીમ દ્વારા પરણીતાનાં 3 વર્ષનાં લગ્નજીવનમાં થતા ભંગાણને અટકાવાયું

જૂનાગઢના મધ્યમ વસાહાતવાળા એક વિસ્તારમાંથી 181 અભયમ હેલ્પલાઇન પર એક કોલ આવ્યો હતો જેમાં મહિલા પોતે પરણિત હોય અને એક યુવક દ્વારા ઇચ્છા વિરુદ્ધ તેને ગોંધી રાખવામાં આવી હોવાનું જણાવ્યુ હતું. સમગ્ર ઘટનાની ગંભીરતા સાથે જૂનાગઢ 181 ટીમના કાઉન્સિલર તન્વીકાબહેન પરમાર , પોલીસ કોન્સેટેબલ કિરણબાળા ગોંડલિયા તેમજ પાયલોટ અલ્પેશભાઈ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વિના વિલંબે જણાવેલ સ્થળે પહોંચ્યા હતા અને મહિલાનુ કાઉન્સેલિગ કરીને મહિલાને આશ્વાસન આપિ માહિતી મેળવી હતી.
મળેલ વિગત મુજબ છેલ્લા ત્રણ દિવસથી એક યુવક દ્વારા મૈત્રી કરારના આધારે તેની સાથે ખરાબ કામ કરવાના ઇરાદે બળજબરીપૂર્વક ગોંધી રાખી હોવાની આપવીતી પરણિતાએ જણાવી હતી અને સમગ્ર કિસ્સામાં મહિલા પોતે પરણીત હોવાની વિગત પણ જણાવતા 181 અભયમ દ્વારા સમગ્ર ઘટનાની જાણકારીને આધારે મહિલાના પતિ અને પરિવારનો સંપર્ક કરી સમગ્ર ઘટના વર્ણવી કાઉંન્સેલિંગ કરવામાં આવ્યું હતુ અને એ ડિવિઝન પોલીસ દ્વારા મહિલાને તેમના પતિ સાથે રહેવા મોકલી આપવામાં આવી હતી.
હાલ સમગ્ર ઘટનામાં 181 અભયમ ટીમની મહેનત અને એ ડિવિઝન પોલીસનાં સહિયારા પ્રયાસથી પરણિતાનું 3 વર્ષના લગ્નજીવનનો અંત આવતો અટક્યો હતો અને મહિલાના પતિ તેમજ તેમના પરિવારે પણ મોટું મન રાખી હાલ કોઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી ન હતી અને પોલીસ તેમજ 181 અભીયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે જૂનાગઢમાં 181 અભયમ ટીમ દ્વારા ફરી થી વધુ એક પરિવાર તેમજ પતિ પત્નીનાં લગ્નજીવન તૂટતાં અટકાવવા જહેમત ઊઠાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *