આઈએમડી અમદાવાદના વેધર ફોરકાસ્ટ બુલેટિનની સૂચના મુજબ તા.૧૩ માર્ચથી તા.૧૬માર્ચ સુધી
સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પાડવાની સંભાવના હોય જામનગર જિલ્લાના ખેડૂતોએ
શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તથા તૈયાર ખેત પેદાશો, ઘાસચારો સલામત સ્થળે રાખવા અને એપીએમસી,
ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત-જણસોના જથ્થાને સલામત સ્થળે રાખવા અને નુકશાન ન થાય તે રીતે રાખવા
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ જામનગર દ્વારા તકેદારીના ભાગરૂપે યોગ્ય પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.
