Gujarat

તાલુકા સ્વાગત કાર્યક્રમ માટે અરજી પ્રક્રિયા શરૂ

તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ” ચોથા બુધવારે યોજવાની સરકારશ્રીની સ્થાયી સુચના છે. તાલુકા કક્ષાએ “તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૫/૦૧/૨૦૨૩ને બુધવારના રોજ સવારના ૧૦.૩૦ કલાકે મામલાદારશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની અરજીઓ તા.૧૦/૦૧/ ૨૦૨૩ સુધીમાં જે તે મામલતદાર કચેરી, નડીઆદ(શહેર/ગ્રામ્ય),ખેડા,કપડવંજ, મહેમદાવાદ,ઠાસરા,મહુધા,કઠલાલ,માતર,વસો,ગળતેશ્વરની કચેરીઓમાં ત્રણ નકલમાં સુવાચ્ય અક્ષરોમાં, એ/4 કાગળ ઉપર કરવાની રહેશે. અરજદારનો પોતાનો પ્રશ્ન હોવી જોઈએ. તેમજ ગ્રામ્ય કક્ષાએ સંબંધિત કચેરી ખાતે રજુઆત કરેલી હોવી જોઈએ અથવા પ્રશ્ન તાલુકા કક્ષાનો હોવો જોઈએ. બીજાનો પ્રશ્ન રજુ કરી શકશે નહી. તેમજ એક જ વિષયની એક અરજી સ્વિકારવામાં આવશે. અરજદારે આધાર પુરાવા સહીત કરેલ અરજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવશે. અરજીના મથાળે “તાલુકા સ્વાગત કાર્યક્રમ” લખવાનું રહેશે. તેમજ અરજીમાં પોતાનો મોબાઈલ નંબર હોય તો તે પણ દર્શાવી શકશે. પોસ્ટ કાર્ડ કે આંતરદેશીય પત્રો વિગેરે ઉપર કરેલ અરજી કરી શકશે નહી. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કોઈપણ અરજદાર એકથી વધુ પ્રશ્નો પુછી શકશે નહી તેમજ અગાઉ લેવાયેલ પ્રશ્નો પુનઃ મોકલી શકાશે નહીં.
આ કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો,કોર્ટ મેટર, સ્ટે. (મનાઈ હુકમ), અપીલો. માહિતી અધિકાર અધિનિયમ, આકારણીને લગતા પ્રશ્નો તેમજ નોકરી, પેન્શન, રહેમરાહે નોકરીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહીં. જેની નોંધ લેવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *