Gujarat

દોશી કહે છે કે, હું દોષી નથી…!! તો દોષિત કોણ?? એક બીજાને ખો આપવામાં ભારતીય સંસ્કૃતિના સ્મારક સમા પ્રતિમાના લેખાજોખા.. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શ્રી જોગીદાસબાપુ ખુમાણ નગર સેવા સદનનાં ચોગાનમાં વિર પુરુષ બાપુ જોગીદાસ ખુમાણની પ્રતિમા ૨૦ લાખના ખર્ચે સ્વભંડોળમાંથી વિશાલકુમાર પટેલ એન્ડ કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવેલ. આ કામમાં ઘોડેસ્વાર જોગીદાસ બાપુનું સ્ટેચ્યું, હાઇટ ધરાવતું પ્લેટફોર્મ અને ફરતે ગાર્ડન અને જાળી, રોશની સામેલ છે. નગરપાલિકા પ્રમુખ શ્રીમતી દોશીના જણાવ્યા મુજબ, “કોન્ટ્રાકટર દ્વારા ગોકળગાયની ગતિએ કામ ચાલે છે અને મનસ્વી રીતે વર્તે છે.અવારનવાર ચેતવણી આપવા છતાં કામમાં પ્રગતિ નથી.” સ્ટેચ્યું બનીને આવ્યું અને આગેવાનોએ જોયું તો નકકી કરેલ ડિઝાઇન પ્રમાણે છે જ નહિ. માત્ર સ્ટેચ્યુ માટે જ રૂપિયા આઠ લાખ જેવી માતબર રકમ  નગરપાલિકાએ ચૂકવી, પણ તે પ્રમાણેની ગુણવતાવાળું છે જ નહિ. હજી તો સ્ટેચ્યુ ઉદ્ઘઘાટિત થયું નથી ત્યાં તેમાં તિરાડો પડવા લાગી છે. આ સંદર્ભે કાઠી દરબાર બોર્ડિંગમાં આગેવાનોની એક મીટીંગ મળી હતી તેમાં પ્રવીણ કોટિલા, કેતન ખુમાણ, શિવુભાઈ ખુમાણ, ભરતભાઈ ગીડા વંડા પણ હાજર રહ્યા હતા અને આ મિટિંગમાં રાજુભાઈ દોશીએ પોતાના તરફથી જે કંઈ ઘટતું કરવું પડે તે માટે પૂરી તૈયારી દર્શાવી હતી. આ મિટિંગમાં હાજર પ્રતાપભાઇ ખુમાણ દ્વારા ફોનથી સંબંધિત કોન્ટ્રાકટરને ટૂંકી નોટીસમાં આ બાબતે જે નિર્ણય લેવાનો હોય તે લેવા તાકીદ કરવામાં આવી હતી અને સ્પષ્ટ જણાવી દીધું હતું કે,  આ સ્ટેચ્યુ નથી, રમકડું હોય તેમ લાગે.  હાલ તો કોન્ટ્રાકટર દ્વારા આ સ્ટેચ્યુને નિષ્ણાંત પાસે લઈ જઈ ઘટતું કરવા સંમતિ દર્શાવી છે.
જોઈએ હવે રજવાડાઓનાં વિલીનિકરણ અને દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે જેણે કુંડલા માટે પોતાનું જીવતર ખપાવી દીધું એવા અને કુંડલા પંથકની પ્રજા જેને બાપ તુલ્ય માને છે એવા વિર પુરુષની કાયમી યાદી રહે તે માટે શરૂ થયેલ ચળવળ અત્યારે તો એક બીજાને ખો આપવામાં અટવાઈ ગઈ છે. જોઈએ હવે આખું જીવન ન્યાય માટે લડ્યા હવે પોતાની સ્મૃતિ માટે લડી રહ્યા છે.

IMG-20230403-WA0079.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *