Gujarat

ધોરાજીમાં નવી બનેલી મહેસુલી સેવા સદન કચેરીનું લોકાર્પણ થાય તે પહેલાજ દેખાઇ ગેરરીતિ ?!

સંબંધિત અધિકારીઓ સામે પગલાં ભરવા અને કોન્ટ્રાકટર, એજન્સીને ડી બ્લોકમાં મુકવા માંગ
રોડ એન બિલ્ડીંગ એટલે કે આર એન્ડ બી જેતપુર તંત્રના વ્યાપક ભ્રષ્ટાચારે  ભારે માઝા મૂકી છે. થોડા દિવસો પહેલા જેતપુરના રબારીકા રોડ ઉપર તંત્ર દ્વારા થિગડા મારવાની તેમજ બિન અનુભવી એટલે કે મકાનોનું ચણતર કરતા મજૂરોને રોડની કામગીરી સોંપી દઈને આચરેલા ભ્રષ્ટાચારની વિગતો પ્રજા સમક્ષ મીડિયા દ્વારા બહાર આવી ગયા બાદ હવે ધોરાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે ઊભી થયેલી મહેસુલ સેવાસદન કચેરીમાં ભ્રષ્ટાચાર ની તિરાલો દેખાવા માંડતા જાણકારોમાં ચકચાર જાગી છે.
લોકો કહે છે કે હજુ તો આ સરકારી મિલકતનું લોકાર્પણ પણ બાકી છે અને કચેરી ધમધમતી થાય તે પહેલા જ કચેરીની દીવાલોમાં તિરાડો દેખાવા માંગતા લાગતા કોન્ટ્રાક્ટરે કેટલી હદે ભ્રષ્ટાચાર કર્યો હશે તે સાબિત થઈ રહ્યું છે.
 બીજી બાજુ આ બાબતે જેઓની જવાબદારી છે તેવા લાગતાવળગતા તમામ અધિકારીઓ પોતપોતાની જવાબદારી સ્વીકારવાને  બદલે એક આ બીજા ઉપર ખો રમી  જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો પ્રયાસ કરતા હોય તેવું મીડિયાની સામે આવ્યું છે.  ત્યારે આ બાબતે લાગતા વળગતા ઉચ્ચ સત્તાધિશો કસુરબાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કેવા પગલાં ભરશે તે સમયે જ બતાવશે.
આ બાબતે વિગતો મળી રહે છે કે ધોરાજી શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે મહેસુલ સેવાસદન નામની કચેરી આકાર લઈ રહી છે. આ કચેરીનું તમામ બાંધકામ રંગ,  રોગાન અને પ્લાસ્ટર સહિતનું તમામ કામ પૂર્ણ થઈ ગયું છે. એક તબક્કે હવે આ કચેરી લોકો વચ્ચે મૂકવાની ઘડીઓ ગણાય રહી છે.
 ત્યારે કચેરીમાં દીવાલોમાં અનેક જગ્યાએ દેખાતી તિરાડો લાગતા વળગતા સત્તાધીશો દ્વારા આચરાયેલ ભષ્ટાચારની ચાડી ખાય છે. આ બાબતે સ્થાનિક તેમજ જેતપુરના પત્રકારોને જાણ થતા આ વાતનો સત્ય ખાળવા કોશિશ કરવામાં આવતા લાગતા વળગતા સત્તાધીશો અને આ કચેરીનું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરે કચેરી એ તાળા મારી દઈ કલેક્ટરની મંજૂરી લઈને આવો પછી તમોને અંદર આવવા દઈ એ તેવી વાત દોહરાવતા  પત્રકારો અચરજમાં પડી ગયા હતા.
જાણકારો કહે છે કે લાગતા વળગતા સત્તાધીશો એ આચરેલ  ભ્રષ્ટાચારને ઢાંકવા માટે પત્રકારોને કચેરીમાં પ્રવેશવા દીધા ન હતા. અને ઢાંકપીછોડો કરી લીધો હોય, આ વાત તપાસવી જરૂરી છે.
બોક્સ
(આમા ફોટો છે)
આર એન્ડ બી કચેરીના જેતપુરના અધિકારી શું કહે છે?
જેતપુરની આર એન્ડ બી કચેરીના અધિકારી પીપળીયાએ નવી કચેરીમાં સમારકામ થતું હોવાની વાત જણાવીને સાથ અને સહકાર આપવા પત્રકારોનો કોલ આપ્યો હતો. પરંતુ આ નવી કચેરીમાં સત્ય ખાળવા માટે પત્રકારોને કેમ ન જવા દેવાયા તેવો મણ જેવો પ્રશ્ન તપાસ માગી લે તેઓ છે. અધિકારી આ વાતનો કોઈ જવાબ આપી શક્યા ન હતા અને ગોળ ગોળ જવાબ આપીને સંતોષ માની લીધો હતો.
બોક્સ
 (આમાં ફોટો છે)
ધોરાજીના પ્રાંત અધિકારીનું નાટક ખરેખર તપાસવા જેવું
ધોરાજીના પ્રાંત અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે કલેક્ટરની મંજૂરી લઈને અથવા મને પૂછીને ગયા હોત તો તમને નવી બનેલી કચેરીમાં અંદર પ્રવેશવા દેવાયા હોત પરંતુ પ્રાંત અધિકારીનો આ જવાબ પણ રહસ્યમય છે.  કારણકે આ કચેરીમાં બાંધકામના કામમાં ભ્રષ્ટાચાર થયો છે તે છાપરે ચડીને પોકારી ગયો છે તે વાતની વિગતો મેળવવા પત્રકારોને કોઈ મંજૂરી ન  લેવાની હોય, છતાં એક જવાબદાર પ્રાંત અધિકારી પત્રકારોને આવો જવાબ આપે તે ગળે ઉતરે તેવો નથી.
બોક્સ
જવાબદાર કોન્ટ્રાક્ટર અને એજન્સીને બ્લેક લિસ્ટ માં મૂકવા માંગ
ધોરાજીની નવી  મહેસુલ કચેરીમાં હજુ સરકારી કામગીરીનો ધમધમાટ શરૂ થાય તે પહેલા જ કચેરીની દીવાલમાં તિરાડો પડી ગયાની વાતથી બહાર આવેલા  ભ્રષ્ટાચારના જાણકારો કહે છે કે આ વાતમાં જે કોઈ લાગતા વળગતા સત્તાધિશો સામેલ હોય તેઓની સામે આકરા પગલાં ભરવા તેમજ જે કોન્ટ્રાક્ટર આ સરકારી કચેરીનું બાંધકામ કર્યું હોય તે કોન્ટ્રાક્ટર અને લાગતી વળગતી એજન્સીને તાત્કાલિક બ્લેક લિસ્ટમાં મૂકીને આકરા પગલા ભરવા જોઈએ.
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *